ETV Bharat / state

Jamnagar News : જામનગરમાં જાડેજા પરિવાર વચ્ચે ફરી વિવાદ, નયનાબા રિવાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ

જામનગરમાં જાડેજા પરિવાર વચ્ચે ફરી વિવાદ જામ્યો છે. ધારાસભ્ય રિવાબા જાડેજાને તેમના નણંદ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. રામ મંદિરને લઈને ફરીથી જાડેજા પરિવારમાં નફરતની જ્વાળા પ્રગટી છે.

Jamnagar News : જામનગરમાં જાડેજા પરિવાર વચ્ચે ફરી વિવાદ, નયનાબા રિવાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ
Jamnagar News : જામનગરમાં જાડેજા પરિવાર વચ્ચે ફરી વિવાદ, નયનાબા રિવાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 8:05 PM IST

રામ મંદિર મુદ્દે આમનેસામને

જામનગર : ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારમાં નણંદ ભાભી વચ્ચેનો વિખવાદ જૂનો અને જાણીતો છે. એક જ પરિવારમાં દુશ્મન બનેલી નણંદ ભાભી હવે રાજકીય ગ્રાઉન્ડ પર પણ એકબીજા માટે બોલતી થઈ ગઈ છે. ત્યારે રામ મંદિરને લઈને ફરીથી જાડેજા પરિવારમાં નફરતની જ્વાળા પ્રગટી છે. રામ મંદિર મુદ્દે નણંદ નયનાબા જાડેજાએ ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું છે.

મંદિરના નામે રાજનીતિ કેટલી યોગ્ય? : નયનાબા જાડેજાએ કહ્યું કે, ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી.

રિવાબાએ પહેલા કોંગ્રેસ પર કર્યો હતો કટાક્ષ : જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જન સેવા કેન્દ્રની શરૂઆત કરી હતી. જેમાં એમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પૂછાયેલા પ્રશ્નમાં તેમને જણાવ્યું હતું કે, રામના નામ પર રજનીતિ ન કરવી જોઈએ. 500 વર્ષ બાદ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

શું બોલ્યા ધારાસભ્ય રિવાબા જાડેજા? : ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. ત્યારે આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યર્થના.

નયનાબાએ આપ્યો રિવાબાને સણસણતો જવાબ : આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે.

નણંદ ભોજાઈ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં પણ થઈ હતી રકઝક : આમ, નણંદ ભોજાઈની આ તીખી નોંકઝોંક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે. રાજનીતિ હોય કે પારિવારિક મુદ્દો હોય, જાડેજા પરિવારની નણંદ ભાભી હંમેશા આમનેસામને રહેતી હોય છે. આ પ્રકારની નોંકઝોંક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે.

રાજકીય પ્લેટફોર્મને લઇ નોંકઝોંક : રિવાબા જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની છે, તો નયનાબા રવિન્દ્રના મોટા બહેન છે. અનેક વખત થયેલી આ પારિવારિક લડાઈઓ જાહેરમાં આવી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જોકે, રિવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય છે અને નયનાબા કોંગ્રેસમાં છે, તેથી બંને રાજકીય પ્લેટફોર્મ પર પણ આમનેસામને રહેતા હોય છે.

  1. ભાભી નણંદ વચ્ચે ટક્કર, નયના બાએ કર્યું મતદાન
  2. રિવાબાનું ચૂંટણી કાર્ડ રાજકોટનું, ચૂંટણી લડી રહ્યા છે જામનગર ઉત્તરમાં : નયનાબા જાડેજા
  3. મતદાનના દિવસે ફરી જાડેજા પરિવારનો આંતરિક વિખવાદ આવ્યો સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.