જામનગર: 2023ના વર્ષને યુનોએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અનુસંધાને 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે.
બાજરા સંશોધન કેન્દ્ર: જામનગરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિનિટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.મિલેટ્સ આરોગવાના ધણા ફાયદાઓ છે. જેમાં ખાસ કરીને મિલેટ્સ આરોગવાથી ન્યુટ્રિશનની કમી દૂર કરી શકાય છે. વિશ્વના અનેક દેશો લોકો ભોજનમાં મિલેટ્સ વધુમાં વધુ આહાર લે તેવી અપીલ પણ કરી રહ્યા છે. કૃષિ વિજ્ઞાનિક મિલેટ્સ વિશે માહિતી આપી હતી. આ સાથે તેમણે વાત કરતા નરેન્દ્ર મોદી વિશે પણ વાતચીત કરી હતી.
"દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનોમાં જે પ્રકારે મિલેટ્સ ના ફાયદા વિશે પ્રસ્તાવ રાખવામાં આવ્યો ત્યારે અનેક દેશોએ આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો હતો. 2023 ના વર્ષને આંતરરાષ્ટ્રીય યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકો ફાસ્ટ ફૂડના વધુ પડતા ઉપયોગ કરતા હોય છે. જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડતી હોય છે. જોકે વર્ષોથી લોકો મીલેટ્સનો ઉપયોગ ભોજનમાં કરતા આવે છે-- કે પી બારીયા ( કૃષિ વિજ્ઞાનિક)
લેટ્સ વિશે તમામ પ્રકારની માહિતી: જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના મીલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં મુલાકાતે આવતા ખેડૂતોને આ મિલેટ્સ વિશે તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવે છે. જોકે જામનગર પંથકના ઘણા બધા ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતો હવે બાજરાના સંશોધિત બિયારણોનું વાવેતર કરી અને મબલક ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં તમામ પ્રકારના મીલેટ્સનું વાવેતર થાય છે. અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂતો કરી રહ્યા છે.
ઉત્પાદનો વૈશ્વીક સ્તરે: મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પોષણ મિશન હેઠળ બાજરીનો સમાવેશ કરેલ છે. ICAR એ એક નવી જાત હિમ શક્તિ બહાર પાડી છે. જેને પોષક અનાજ તરીકે જાહેર કરવામા આવ્યુ છે. દેશના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કુલ 67 મુલ્યવર્ધિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. બાજરીની નિકાસ વધી છે.બાજરીની બાયોફોર્ટીફાઇડ 4 જાતો સહિત 13 વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. ભારત સરકારે ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ – 2023 ઉજવવાનું નક્કી કર્યુ છે, જેથી ભારતીય મીલેટ્સની વાનગીઓ, મુલ્ય વર્ધીત ઉત્પાદનો વૈશ્વીક સ્તરે સ્વીકારવામાં આવી રહ્યા છે.