ETV Bharat / state

Jamnagar News : 1404 આવાસના રીડેવલપમેન્ટ સહિત 7.80 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપતી જામનગર મનપા

author img

By

Published : Aug 10, 2023, 10:00 PM IST

Updated : Aug 10, 2023, 10:54 PM IST

જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી. જેમાં શહેર વિકાસના 7 કરોડ 80 લાખના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જામનગર મનપા દ્વારા અંધ આશ્રમ પાસે આવેલા 1404 આવાસના રીડેવલપમેન્ટ કામને મંજૂરી સહિતના કામોની વિગત મળી રહી છે.

Jamnagar News : 1404 આવાસના રીડેવલપમેન્ટ સહિત 7.80 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપતી જામનગર મનપા

સ્ટેન્ડિંગ કમિટી બેઠક

જામનગર : જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠક આજરોજ મળી હતી. જેમાં વિકાસના 7 કરોડ 80 લાખના કામો મંજૂર કરાયાં છે. જામનગર મહાનગરપાલિકામાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર વિકાસના કાર્યો માટે વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે કરોડો રુપિયાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 7 કરોડ 80 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી...મનીષ કટારીયા(ચેરમેન,સ્ટેન્ડિંગ કમિટી,જામનગર મહાનગરપાલિકા)

સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ : જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત 12 સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મેયર બીનાબેન કોઠારી તથા ડેપ્યુટી મેયર તપન પરમાર અને મનપાના કમિશનર ડી. એન. મોદી સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના જુદા જુદા વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા 7 કરોડ 80 લાખના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી.

1404 આવાસ રી ડેવલોપમેન્ટ કામને મંજૂરી : જામનગરમાં આવેલ અંધ આશ્રમ પાસેના 1404 આવાસનો મુદ્દો સમગ્ર શહેરમાં ભારે ચર્ચામાં છે. કારણ કે અહીં બે હજાર લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. જો નવા આવાસ બનાવવામાં આવે તો આવાસમાં રહેતા તમામ લોકોને ઘરનું ઘર મળી રહે.જો કે મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આવાસના રહીશો માટે પીપીપી ધોરણે નવા આવાસ બનાવવામાં આવશે તે માટે સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારની પીપીપી પોલીસીને ધ્યાને રાખી આવાસના રીડેવલપમેન્ટ કામને સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે. નવા આવાસમાં 40 ટકા જગ્યા વધારે આપવામાં આવશે.

આ કામો પણ મંજૂર : આ સાથે GIDC ફેઈઝ 2 અને 3 સાથે એમઓયુને મજૂરી મળી છે. ત્રણ બત્તી જિલ્લા પચાયત સર્કલ અને હવાઈ ચોકમાં હાઈમાસ ટાવરના કામને મજૂરી મળી છે. વોર્ડ 7માં મહાલક્ષ્મી બંગલો અને વોર્ડ 8ના અમુક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે 5 બોક્સ કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી.

  1. Jamnagar News : જામનગરમાં 1404 આવાસ તોડવા ડિમોલિશન શરુ થશે, મનપાને રહીશોની ચીમકી
  2. Vadodara News : ગાંધીનગર ઉપડ્યાં વડોદરાના જર્જરિત આવાસોના રહીશો, મુખ્યપ્રધાનને સીધી રજૂઆત કરશે
  3. Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે

Last Updated : Aug 10, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.