ETV Bharat / state

Gujarat Weather : જામનગરમાં વરસાદી માહોલમાં હાપા માર્કેટ યાર્ડમાં જણસીઓનું શું થયું જાણો - વરસાદી માહોલ વચ્ચે આગોતરા પગલાં

હવામાનખાતા દ્વારા વરસાદની આગાહી હોવાના સમાચાર સમયસર બધાં માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાના પગલે હાપા માર્કેટ યાર્ડમાં કોઇ જણસી પલળી નથી. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આગોતરા પગલાંના કારણે આ વખતે ખેડૂતોનો માલ સુરક્ષિત રહી શક્યો છે.

Jamnagar News : જામનગરમાં વરસાદી માહોલમાં હાપા માર્કેટ યાર્ડમાં જણસીઓનું શું થયું જાણો

author img

By

Published : Apr 29, 2023, 4:06 PM IST

પહેલેથી જણસી લેવાનું બંધ કરી દેવાયું હતું

જામનગર : જામનગરમાં આજરોજ વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં હવામાન વિભાગની વરસાદની આગાહીને અનુસંધાને અગાઉથી તમામ જર્સીઓ પ્લેટફોર્મમાં રાખવામાં આવી હતી જેના કારણે કોઈપણ જાતનું નુકસાન થયું નથી.

જણસીઓની આવક અગાઉથી જ બંધ કરી અગાઉ અનેક હાપા માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક પલળવાની ઘટનાઓ બની હતી. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે અનુસંધાને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવતી જણસીઓની આવક અગાઉથી જ બંધ કરવામાં આવી હતી. જેના કારણે હાપા માર્કેટ યાર્ડમાં જણસીઓનો ભરાવો ઓછો થયો હતો. જોકે વેપારીઓ દ્વારા જે જણસીઓની ખરીદી કરવામાં આવી હતી તેને પણ યોગ્ય જગ્યાએ રાખવામાં આવી છે જેના કારણે કોઈપણ જણસીઓ પલળી નથી.

આ પણ વાંચો Gujarat Weather: છત્રીઓને કાઢી લો! ગુજરાત સહીત દેશભરમાં વરસાદની આગાહી, તમારા પ્રદેશ માટે અહીં જાણો

કોઇ જણસી પલળી નથી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી હાપા માર્કેટ યાર્ડમાં તારીખ 28 -4 -23 શુક્રવારથી ખુલ્લામાં ઉતરતી જણસીઓ મગફળી, લસણ, ઘઉં, કપાસ, જીરુ, ધાણાની આવક બંધ કરવામાં આવેલી હતી. હવે આ આવક ફરી શરૂ કરવા સોમવારે બપોર બાદ હવામાનખાતાની આગાહી અને વાતાવરણનેને ધ્યાનમાં રાખી ખોલવી કે બંધ રાખવા તે નિર્ણય કરવામાં આવશે. આજના વરસાદના કારણે ખુલ્લામાં કોઈ ખેડૂતનો માલ ઉતારવામાં આવેલ ન હોય ખેડૂતોના માલનો કોઈ બગાડ યાર્ડમાં થયેલ નથી. આમ જામનગરમાં વરસાદી માહોલ છતાં આગોતરા પગલાંના કારણે ખેડૂતોનો માલ સુરક્ષિત રહી શક્યો છે.

આ પણ વાંચો Gujarat Weather: સાબરકાંઠામાં ભર ઉનાળામાં ત્રીજા દિવસે કમોસમી વરસાદી માહોલ

હજુ પણ વરસાદની આગાહી છે જોકે કમોસમી વરસાદ પડતા જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યો છે. કારણ કે છેલ્લા બે દિવસથી જામનગર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. ઉનાળાના સમયમાં મોટાભાગના ખેડૂતો ખેતીના વિવિધ કામો કરતા હોય છે. ઉનાળુ સિઝનમાં કરવામાં આવેલું વાવેતર પર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. વેર્સ્ટ્ન ડિસ્બર્ન્સને કારણે હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે. જેને પગલે આગામી પાંચ દિવસ સુધી તમામ માર્કેટ યાર્ડોને પણ ચેતવણી આપી દેવાઈ છે. તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી છે. પરિણામે માછીમારો પણ દરિયો ન ખેડવા જવું જોઈએ. જો કે ઉભા પાકથી ખેતીને નુકસાન થવાની શકયતાઓ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.