ETV Bharat / state

Heart Attack : જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકથી મોત, મુંબઇમાં યોગના ક્લાસ સમયે ઢળી પડ્યો - મુંબઇમાં યોગના ક્લાસ

જામનગરમાં નાની વયમાં અચાનક મોતનો આ કિસ્સો દિલ દહેલાવે એવો છે. જેમાં 13 વર્ષનો કિશોર અચાનક હાર્ટ એટેકનો ભોગ બન્યો હતો. જામનગરના વેપારીનો પુત્ર મુંબઇમાં રહી અભ્યાસ કરતો હતો જેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

Heart Attack : જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકથી મોત, મુંબઇમાં યોગના ક્લાસ સમયે ઢળી પડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 6:24 PM IST

13 વર્ષે હાર્ટ એટેકથી મોત

જામનગર : જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નાની વયે હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. 25થી 45ની વચ્ચેના યુવાનોના હૃદય એકાએક બંધ પડી જતા મૃત્યુને ભેટી રહ્યા છે. ગઇકાલે ખારવા ગામમાં 36 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું. દરમિયાન જામનગરનો 13 વર્ષીય કિશોર મુંબઇમાં હાર્ટ એટેકનો ભોગ બની મોતને ભેટ્યો હતો.

જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ઓમ મુંબઈમાં હોસ્ટેલમાં રહેતો અને અભ્યાસ કરતો હતો. જે દરમિયાન યોગના ક્લાસ ચાલી રહ્યાં હતાં ત્યારે ઓમને હાર્ટ એટેક આવ્યું હોવાનું હોસ્ટેલના સંચાલકોએ જણાવ્યું છે. જોકે ઓમની બોડીનું પીએમ મુંબઈ કરવામાં આવ્યું હતું અને આજ સવારે બોડી જામનગર ખાતે લવાઇ છે. અહીં ઓમની અંતિમવિધિ કરવામાં આવી છે. ઓમના પરિવારજનો શોખની લાગણીમાં ડૂબ્યા છે. 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો તે અમારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર વિગતો બહાર આવશે... ભોલાભાઈ (પરિવારજન)

13 વર્ષની વયમાં હાર્ટએટેક : દરમ્યાન જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે. મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.

મૃતદેહ જામનગર લવાયો
મૃતદેહ જામનગર લવાયો

કામદાર કોલોનીમાં રહે છે પરિવાર : જાણવા મળતી વિગત મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા પુરસ્કાર ગીફટ શોપવાળા વેપારી સચિનભાઇ વેણીભાઇ ગઢેચાનો 13વર્ષનો પુત્ર ઓમ મુંબઇ ખાતે અભ્યાસ કરે છે, દરમ્યાનમાં ઓમને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજયુ હતું.

મૃતદેહ જામનગર લવાયો : આ અંગેની જાણ પરિવારજનોને થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, મુંબઇથી તરૂણનો મૃતદેહ જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું, આજે બપોરે તેમના નિવાસ સ્થાન કામદાર કોલોની ખાતેથી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળ્યું છે.

કિશોરવયમાં હાર્ટએટેકથી મોત : છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના હુમલા ઘાતક બની રહયા છે, જામનગરના ધ્રોલ ખાતેના ખારવામાં ગઇકાલે એક યુવાનનું હૃદય બંધ પડી ગયુ હતું, એ બનાવ તાજો છે ત્યાં વેપારી પુત્રનું તરૂણ અવસ્થામાં એટેકથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે.

  1. Sudden Death of Youth : 30 વર્ષના પુત્રનું હાર્ટએટેકથી નિધન, ટાઢી ઠરે એ પહેલાં શોકાકુલ માતાનું હૃદય પણ બેસી ગયું
  2. Surat News : એક જ રાતમાં સચીનમાં બે વ્યકિતના હાર્ટએટેકથી મોત, સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત
  3. Bhavnagar News: ભાવનગરમાં પરેડ કરી ઘરે પહોંચ્યા બાદ મહિલા કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.