ETV Bharat / state

Jamnagar News : નાનપણમાં મંદિરે સંગીતના સાધનો પર હાથ અજમાવતા આજે સાત વાજિત્રો વગાડતો થયો બાળક

author img

By

Published : Mar 17, 2023, 2:04 PM IST

જામનગરમાં 13 વર્ષના બાળક એક સાથે સાત વાજિત્રો વગાડી રહ્યો છે. માત્ર અઢી વર્ષની ઉંમરે મંદિરની અંદર સંગીતના સાધનો પર હાથ અજમાવતા વાલી તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ બાળકના હિન્દી સંગીતકાર રહેમાનને આઈડલ માને છે. ત્યારે શું છે સમગ્ર રસપ્રદ વાત આવો જાણીએ.

Jamnagar News : નાનપણમાં મંદિરે સંગીતના સાધનો પર હાથ અજમાવતા આજે સાત વાજિત્રો વગાડતો થયો બાળક
Jamnagar News : નાનપણમાં મંદિરે સંગીતના સાધનો પર હાથ અજમાવતા આજે સાત વાજિત્રો વગાડતો થયો બાળક
એક સાથે સાત વાજિત્રો વગાડી શકે છે ભવ્ય

જામનગર : શહેરમાં 13 વર્ષનો બાળક એક સાથે સાત જેટલા વાજિત્રો વગાડી શકે છે. આ બાળકનું નામ ભવ્ય છે. તેના પિતા દરરોજ નજીકમાં આવેલા મંદિરે રામધુનમાં તબલા વગાડવા જાય છે. ત્યારે માત્ર અઢી વર્ષની ઉંમરે આ બાળકે તબલા પર હાથ અજમાવતા વાલીએ ત્યારથી સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બાળકે ગુજરાતના પ્રખ્યાત તબલચી મહેંદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તેમજ આ બાળક એ.આર. રહેમાનને પોતાના આઇડલ માને છે.

શું છે સમગ્ર રસપ્રદ કહાની : લાખોટા તળાવ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે પિતા રાજદેવ કુબાવત સંધ્યા આરતીમાં જતા હોય છે. તેની સાથે તેમનો દિકરો ભવ્ય પણ રોજ જતો હતો. બાલા હનુમાન મંદિરે છેલ્લા 58 વર્ષથી ચાલે અખંડ રામધૂન ચાલે છે. બસ આ રામધુનમાં રોજ નવા નવા લોકો તબલા, મંજીરા વગાડતા હોય છે. ત્યારે માત્ર અઢી વર્ષના ભવ્યે અહીં સૌ પ્રથમ તબલા વગાડવાની શરૂઆત કરી હતી. ત્યારથી ભવ્યના પિતાએ ભવ્ય માટે સંગીતના તમામ સાધનો લઈ આવતા ઘરે જ રોજ પ્રેક્ટિસ શરૂ કરી હતી.

ઢોલ પર હાથ
ઢોલ પર હાથ

તબલચી મહેંદી હસન પાસે તાલીમ : સમય જતા ભવ્ય એ ગુજરાતના પ્રખ્યાત તબલચી મહેંદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તબલામાં મધ્યમાં પુર્ણની પરીક્ષા આપી છે. સાથે લંડનની યુનિવર્સિટીમાં ટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી છે. ભવ્ય ઢોલ, નગારા, ડ્રમ સેટ, તબલા, કહાન ઢોલક, ઓક્રેસ્ટ્રાપેડ સહીતના વાંજીત્રોમાં અલગ-અલગ ધૂન પર પોતાની કલા રજુ કરે છે.

પિતાની ખુશી : ભવ્યના પિતા રાજદેવ કુબાવતે જણાવ્યું હતું કે, મને સંગીત પ્રત્યે અનોખો શોખ છે. રોજ ત્રણ કલાક જુદા જુદા વાજિંત્રો વગાડી રિયાઝ કરું છું. મારા માતા પિતા પણ મને સતત પ્રોત્સાહિત કરે છે. આજે પણ બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જાવ ત્યારે અખંડ રામધૂનમાં ઢોલ અને તબલા વગાડું છું. પરતું ભવ્યની નાનપણથી સંગીતમાં રુચિ જોવા મળી હતી. ખૂબ રિયાઝ કરે છે. અનેક સ્ટેજ પોગ્રામ પણ કર્યા છે. બાલા હનુમાનની અસીમ કૃપા તેના પર છે. જેના કારણે આજે તે સંગીતની દુનિયામાં નામ કમાવી રહ્યો છે. ભવ્યના માતા ભારતીબહેન સરકારી સ્કૂલમાં ટીચર છે. ભવ્યને સંગીત પ્રત્યેની લગન જોઈ તેને ખૂબ પ્રોત્સાહિત કર્યો છે.

એક સાથે સાત વાજિત્રો પર હાથ
એક સાથે સાત વાજિત્રો પર હાથ

આ પણ વાંચો : અમરેલીના ધારાસભ્ય જુમ્યા ગરબે સંગીત સાધનો ઉપર પણ અજમાવ્યો હાથ

માતાની ખુશી : ભવ્યના માતા ભારતીબહેન કુબાવત જણાવ્યું હતું કે, ભવ્યની નાનપણથી સંગીત પ્રત્યેની ઋષિ અનોખી છે. અમે લોકો તેને સતત પ્રોત્સાહિત કરીએ છીએ. સંગીતના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભવ્ય નાના હતો, ત્યારથી તેને સંગીત પર લગાવ હોવાથી થાળી, વાટકો, ચમચી, લાકડાનું પાટિયું કે જે હાથમાં આવે તે લઈને તે વગાડ્યા રાખતો હતો. ભવ્યના પિતા એસ.ટી બસ ડેપોમાં કલાર્ક તરીકે કર્મચારી છે. જે અંખડ-રામધુનમાં નિયમિત હાજરી આપે છે. પિતા રાજદેવ તબલા, ઢોલક વગાડતા હોય છે. તેના બાળક ભવ્યને પણ પ્રાથમિક તાલીમ આપી હતી.

આ પણ વાંચો : 'RRR'ના ગીત 'નાટુ-નાટુ' સંગીતને પણ બેસ્ટ મ્યુઝિક એવોર્ડ

ભવ્યનું સપનું : ઉલ્લેખનીય છે કે, અનેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપનાર લિજેન્ડર સંગીતકાર એ.આર. રહેમાન પોતાનું અનોખું બોલીવુડમાં સ્થાન ધરાવે છે. અનેક સંગીતકારો તેના પગલે ચાલી રહ્યા છે. ત્યારે ભવ્ય પણ એ.આર. રહેમાનને પોતાના આઇડલ માને છે. ભવ્ય જુદી જુદી જગ્યાએ સ્ટેજ પોગ્રામ પણ કરી રહ્યો છે. ત્યારે હવે ભવ્ય મુંબઈમાં બેસ્ટ પર્ફોમન્સ કરે તેવું તેમનું સપનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.