જામનગરઃ જામનગર મહા નગરપાલિકામાં શનિવારે રોજ 180 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી નોકરીના લેટર આપવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, કૃષિ પ્રધાન આર. સી. ફળદુ થતા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને સાંસદ પૂનમ માડમ હસ્તે તમામ સફાઈ કર્મચારીઓને કાયમી નોકરીના લેટર આપવામાં આવ્યાં છે.
દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે જામનગર શહેર સ્વસ્છ રહે તે માટે સફાઈ કર્મચારીઓની ઘટતી સંખ્યા પૂર્ણ કરવામાં આવી છે. જામનગરના વિવિધ વોર્ડમાં સફાઈ કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાના કારણે અનેક જગ્યાએ ગંદકીનું પ્રમાણ વધ્યું હતું.