ETV Bharat / state

જામજોધપુરમાં ક્રિકેટ પર સટ્ટો રમતા લોકો પર ત્રાટકી LCB પોલીસ : રૂપિયા 85 હજારનો મુદ્દામાલ કબ્જે - જામજોધપુર

જામજોધપુર શહેરમાં એક રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર ડબ્બા નાખી સટ્ટો સમવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન જામનગર LCBએ રોકડ રૂપિયા 47,500/ ઉપરાંત લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 85,000નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે 14 લોકોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર LCB
જામનગર LCB
author img

By

Published : Oct 3, 2020, 10:28 PM IST

જામનગરઃ જિલ્લાના પોલીસ વડા દીપેન ભદ્રનની સૂચના તથા નવનિયુક્ત LCB PI કે. જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફના PSI આર. બી. ગોજીયા તથા PSI બી. એમ. દેવમુરારી સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં ચાલતા ક્રિકેટ મેચ પરના સટ્ટા, અનડિટેક ગુના, નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલિંગમાં હતા.

જે દરમિયાન LCBના વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે, જામજોધપુર શહેરમાં બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા ધવલ ઉર્ફે ભોદો રાજેશભાઇ કડીવાર પટેલના મકાનમાં ક્રિકેટ મેચ પર ડબ્બો નાખીને સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીને આધારે LCBએ દરોડો કરી ઘટના સ્થળેથી જામનગર LCBએ રોકડ રૂપિયા 47,500 તથા 7 મોબાઇલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા 12,500 તથા એક લેપટોપ કિંમત રૂપિયા 25,000 કુલ રૂપિયા 85,000ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ ઘટનામાં કપાત લેનારા બુકી બીરજુભાઇ પટેલ (રહેવાસી ભાયાવદર) ક્રિકેટ મેચમાં સોદા કરનાર ગ્રાહકો તથા કપાત લેનાર બુકીને સહિતના લોકોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

ફરાર આરોપીઓ

  1. અભી વડાલીયા, જામજોધપુર
  2. કેલ્વીન સાપરીયા, જામજોધપુર
  3. પાર્થ રાધે ઝેરોક્ષ વાળો, જામજોધપુર
  4. સાવન કડીવાર, જામજોઘપુર
  5. રાકેશ ખાંટ, જામજોધપુર
  6. ઉતમ પટેલ, બરોડા
  7. દર્શીત નાગર, જામજોધપુર
  8. કિશન પટેલ, વસંતપુર તા.જામજોધપુર
  9. જીગર કણસાગરા, જામજોધપુર
  10. વિપુલભાઇ, ભાણવડ
  11. આશીષ ખાંટ, જામજોધપુર
  12. ઇરફાન, લાલપુર
  13. દિલીપભાઇ કાંજીયા, જામજોધપુર
  14. ઇકબાલભાઇ, જામજોધપુર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.