જામનગર: શહેરના લાખોટા લેક તળાવમાં ડૂબી જવાથી (Jamnagar Lakhota Lake )બે પરપ્રાંતીય બાળકોના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બન્નેના મૃતદેહને જીજી હોસ્પિટલમાં(Jamnagar GG Hospital) પોસ્ટમોટમ અર્થે લઇ જવામાં આવ્યા છે. જે બન્ને બાળકોના મૃત્યુ નીપજ્યા તેની ઉંમર આશરે 8 વર્ષ (Children drown in lake in Jamnagar)અને 9 વર્ષ છે. બન્નેના પિતા દરેડ ફેઝ-2માં મજુરી કામ અર્થે ગયા હતા અને પાછળથી આ ઘટના બની હતી.
આ પણ વાંચોઃ ખેડાના અંતિસરમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મૃત્યું
બાળકો તળાવમાં ડૂબ્યા - જામનગરના 58 દિગ્વિજય પ્લોટમાં પરપ્રાંતીય બે પરિવાર રહે છે. જે પૈકી એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો પરિવાર છે. બન્ને બાળકોના પિતા દરેડ ફેઝ-2માં મજુરી કામ કરે છે. સવારે તેઓ કામ પર ગયા હોય અને પાછળથી તેમના બાળકો પાછલા તળાવમાં ડૂબ્યા અંગેની જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત
પરિવારમાં શોકનો માહોલ - પ્લોટમાં રહેતા બે પરપ્રાંતીય પરિવારના બાળકોના એકાએક આ રીતે મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.