ETV Bharat / state

જામનગર મધ્યે આવેલું લાખોટા લેક બન્યું સુસાઇડ પોઇન્ટ, એક મહિનામાં ચાર વ્યક્તિએ તળાવમાં ડૂબી કરી આત્મહત્યા

જામનગરની મધ્યમાં આવેલું લાખોટા લેક સુસાઇડ પોઇન્ટ બની ગયું છે. ત્યારે આ લાખોટા લેકમાં એક મહિનામાં ચાર વ્યકિતએ ડૂબીને આત્મહત્યા કરી લીધી છે.

jamnagar
જામનગર
author img

By

Published : Oct 15, 2020, 12:29 PM IST

જામનગર: શહેર મધ્યે આવેલુ લાખોટા તળાવના બીજા ભાગમાંથી અવારનવાર મૃતદેહો મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોચીને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢયો હતો.

મળતી વિગત અનુસાર આ 19 વર્ષીય યુવક જામનગરનો રહીશ છે. જે બે દિવસ પહેલા ગુમ થયો હોવાની ફરીયાદ પણ નોંધાઇ હતી. યુવકનું નામ કૃણાલ રાજેશ સોલંકી છે. તેમજ હર્ષદ મિલની ચાલી પ્રણામી ટાઉન શિપમાં રહેતો હોવાનું બહાર આવ્યુ છે. આ યુવકને પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે.

જામનગર મધ્યે આવેલ લાખોટા લેક બન્યું સુસાઇડ પોઇન્ટ, એક મહિનામાં ચાર વ્યક્તિએ તળાવમાં ડૂબી કરી આત્મહત્યા
લાખોટા તળાવનો બીજો ભાગ કેમ બન્યો સુસાઇડ પોઇન્ટ....?જામનગર મહાનગરપાલિકા આમ તો લાખોટા તળાવમાં રિવરફન્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે બીજા અને ત્રીજા ભાગમાં સેલિંગની સુવિધા ન હોવાને કારણે અહીં રખડતા ઢોર પણ તળાવમાં ખાબકે છે. આમ જામનગર મધ્યે આવેલા લાખોટા તળાવનો બીજો ભાગ સુસાઇડ પોઇન્ટ બન્યો છે. તો એક મહિનામાં 4 જેટલા વ્યક્તિએ તળાવમાં ડૂબી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.