લોકવાયકા એવી છે કે ભગવાન ગણપતિ એક ખેડૂતોના સપનામાં આવી પોતે અહીં પ્રગટ થવા માગે છે તેવી વાત કરી હતી અને બાદમાં ખેડૂતે ખોદકામ કરતાં વિશાળ ગણપતિની મૂર્તિ નીકળી હતી, જેને કપડા ઊંચા ડુંગર પર બિરાજમાન કરવામાં આવી છે. આ નહીં મંદિરના પૂજારી ગીરીબાપુએ મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિની અહીં સ્થાપના કરી છે. આ મૂર્તિની ઉંચાઇ ૩૩ ફૂટ જેટલી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મૂર્તિને જોવા માટે તેમજ તેના દર્શનાર્થીઓ ગુજરાતભરમાંથી અહીં પધારી રહ્યા છે.
ચોપડા ગામમાં સ્વયંભૂ પ્રગટેલા ગણપતિનો અનન્ય મહિમા છે. અહીં આજુબાજુ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ઉંદરનો ત્રાસ હોવાથી અહીંથી પથ્થર લઈ અને પોતાની ખેતી અથવા વાડીમાં તેની સ્થાપના કરે તો ઉંદર પાક નષ્ટ કરતું નથી.
સપડા ખાતે સાડા પાંચસો વર્ષ પહેલા સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં બિરાજમાન સિદ્ધિવિનાયક ગણપતિની અનેક લોકો માનતા રાખીને અહીં ચાલતા પણ આવે છે. તો ગણેશ ચતુર્થીના દિવસે અહીં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
નદી નાળા અને જળાશયોની વચ્ચે બિરાજમાન સિદ્ધિવિનાયક ભગવાન પ્રકૃતિની ગોદમાં બિરાજમાન હોવાથી અહીં સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આમ સિદ્ધિવિનાયક ગણપતિની દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ગણપતિબાપા તમામ મનોકામના પૂર્ણ કરે છે.