શહેરના ઓસવાડ 4,મહા લક્ષ્મી રેસીડેન્સી 2, દિલીપભાઈ ભરતભાઈ લાખાણી નામના લોહાણા વેપારીની શહેરના રણજીતનગર હરસિધ્ધિ માતાના મંદિર સામે ઇલેક્ટ્રોનિકની દુકાન આવેલી છે. જેમાં તેઓ પંખા સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું વેચાણ કરે છે, ત્યારે થોડા દિવસો પહેલા જ તેને જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીકભાઈ સાથે ઓળખાણ થઇ ગઈ હતી.
રમણીકભાઈએ વેપારીને વાતોમાં લઈ અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 65199ની કિંમતના 32 પંખાઓ બાકી મંગાવ્યા હતા અને આ પંખાના પૈસા આપવાનો વાયદો પણ કર્યો હતો. જેથી વેપારી તેમના વિશ્વાસમાં આવી ગયા હતા. જોકે બાદમાં વેપારીએ આ શખ્સનો સંપર્ક કરતાં તેઓ બહાના બતાવી રૂપિયા આપતા ન હતા. આખરે વેપારી પીઠડ ગામમાં પહોંચ્યા અને ત્યાં આ શખ્સને મળ્યા અને તેની સાથે પૈસાની માગણી કરી હતી જોકે પૈસાની આનાકાની કરતા આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.