ETV Bharat / state

કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ સજ્જ: MP પૂનમ માડમ

author img

By

Published : Dec 31, 2022, 4:08 PM IST

જામનગર કોરોનાની સંભવિત (Medical hub of Saurashtra)પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર પહેલાથી જ સજ્જ છે. આજે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

જામનગરની હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સુવિધાઓ ઉપલબ્ધ: સાંસદ પૂનમ માડમ

જામનગર કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર પહેલાથી જ સજ્જ છે. આજે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કોવિડ હોસ્પિટલની મુલાકાત તેમજ ત્રણ ઑક્સીજન પ્લાન્ટ પર જઇને નિરીક્ષણ કર્યું હતું, હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કરી, એમઆરઆઈ રૂમની મુલાકાત કરી હતી. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ દર્દીઓના સગાવહાલાંઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કરી સાંસદએ જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો સાથે વાતચીત કરી સરકારની અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ થકી સારવાર મેળવવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો આપી દર્દીઓની પૂરતી તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.

સૌરાષ્ટ્રનું મેડિકલ હબ જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ(Medical hub of Saurashtra) ગણવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી આવનાર દર્દીઓને પણ અંહી સારવાર આપવામાં આવી હતી. હાલ અન્ય દેશોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ ઑક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. જે દર મિનિટે 1750 લિટર ઑક્સીજન પૂરો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. લિક્વિડ ઑક્સીજન ટેન્ક મારફતે 41000 લિટર લિક્વિડ ઑક્સીજન મળી રહે તે પ્લાન્ટ ઉપલબ્ધ છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 2000 બેડ સુધીની સુવિધા તેમજ ૩૮૫ આઈસીયુ બેડ અને 400 વેન્ટિલેટરની સુવિધા છે. સલામતીના ભાગ રૂપે હાલ હોસ્પિટલમાં 120 જેટલા આઇસોલેશન બેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લોકો કોરોનાને લઈને સાવચેત રહે તે હેતુથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ છે. તેમજ લોકોને બુસ્ટર ડોઝ લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાગૃત અને સુરક્ષિત રહેવા સાસંદ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.