જામનગર: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જૈન સંગઠન ફાઉન્ડેશનના સભ્યો અને જિલ્લા કલેકટર દ્વારા પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જળ એ જીવન છે તેના યોગ્ય વપરાશ અને જલ્સ્તોત્રોને પુન:જીવિત કરવા ખુબ જરૂરી છે. જામનગર જિલ્લામાં જળ-સ્ત્રોતમાંથી કાંપ દૂર કરી જળ-સંગ્રહ ક્ષમતા વધારવા માટેની જન-જાગૃતિ આણવા માટે ગામડે ગામડે જઈ પ્રચાર-પ્રસાર કરવાની જૈન સંગઠન ફાઉન્ડેશન - જામનગર [BJS] દ્વારા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી ગત તારીખ 16.5.23 ના રોજ જામનગરના કલેકટર સાથે MoU કરવામાં આવ્યા હતા.
પ્રચાર રથ તૈયાર: સમગ્ર જામનગર જિલ્લાના 418 ગામડાઓમાં જળ સંચય વિશે જન-જાગૃતિ લાવવા માટે પ્રચાર રથ તૈયાર કરવામાં આવેલ છે. જે ગામે ગામ ફરી લોક સંપર્ક કરશે અને ગામના તળાવ વિષે માહિતી એકઠી કરી જે તળાવોમાં કાંપ કાઢી ઊંડું કરવાનું જરૂરી હોય ત્યાં સ્થાનિક લોકો અને તલાટી પાસે નિયત ફોર્મમાં સહી સિક્કા કરાવી સરકારની વિવિધ યોજનાઓ અન્વયે તે કાર્ય હાથ ધરવામાં સહાય રૂપ થશે. જિલ્લા કલેકટરે લીલી ઝંડી આપી પ્રચાર રથ રવાના કર્યો છે.રોજ પાંચ ગામમાં રથ થશે અહીં સ્થાનિક લોકોને મળશે. સંરપચ થતા તલાટી મંત્રી સાથે ગામમાં ક્યાં ચેકડેમમાં કેટલો ખર્ચો છે અને કેવી રીતે કામ કરવું તેના વિશે અભ્યાસ કર્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.
"સમગ્ર દેશમાં અનેક જિલ્લામાં આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે અને સારી એવી સફળતા પણ મળી છે. જામનગરમાં પણ એક પણ ગામ પાણી માટે વલખા મારે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મોટાભાગના ડેમોને રીપેર કરવામાં આવશે. ચેકડેમમાં પાણીનો વધુ સંગ્રહ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે"--સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ
ચેકડેમો બીસ્માર હાલતમાં: આમ તો રાજ્ય સરકારની વિવિધ યોજનાના માધ્યમથી અનેક ગામડાઓમાં ચેકડેમો તેમજ ખેત તલાવડી બનાવવામાં આવે છે. જોકે મોટાભાગના માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યા છે. કારણ કે આ ચેક દમોની ગ્રાન્ટ મળી ગયા બાદ તમામ ચેકડેમો બીસ્માર હાલતમાં પડ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ ચેકડેમો અને ઊંડા કરવામાં આવશે અને ખેત તલાવડીમાં પણ પાણી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. જેના કારણે ખેડૂતોને સિંચાઈમાં ફાયદો થશે. પાણીનો સંગ્રહ થતાં ઊંડા ગયેલા તળાવમાં ફરીથી પાણી આવશે. જેના કારણે ખેડૂતોને ઉનાળામાં પણ પૂરતું પાણી મળી રહે છે. જેના કારણે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે અને પોતાની આજીવિકા ચલાવી શકશે. સાથે સાથે રાજ્યના વિકાસમાં પણ ફાળો આપશે.