ETV Bharat / state

જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરુપે બેઠક યોજાઈ - જામનગરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્શુન પ્રિપેર્ડનેશની બેઠક યોજાઇ

જામનગર જિલ્લા ચોમાસુ- 2020 પ્રિ-મોન્શુન પ્રિપેર્ડનેશની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ચોમાસુ દરમ્યાન અચાનક વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી તે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Jamnagar District Monsoon-2020
જામનગર જિલ્લા ચોમાસુ- 2020
author img

By

Published : May 26, 2020, 8:26 PM IST

જામનગર: જામનગર કલેકટર કચેરી ખાતે આગામી ચોમાસાની ૠતુમાં સંભવત: ભારે વરસાદ, વાવાઝોડાની પરિસ્થિતિ માટે સાવચેતી રૂપે પગલાં લેવા તૈયારીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ચોમાસુ- 2020 દરમ્યાન અચાનક વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી, તે ઉપરાંત જામનગર જિલ્લામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં અચાનક પાણીની માત્રા વધે ત્યારે શું તેકદારી રાખવી, તમામ ગામોમાં સુરક્ષાવાળા સ્થળો નક્કી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફાયર બ્રિગેડની તૈયારીઓ, ઇમરજન્સી સંપર્ક નંબર, નિચાણવાળા ગામો, આવશ્યકતા સમયે આશ્રયસ્થાનો, આશ્રયસ્થાનોના સેનિટાઇઝેશન જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

જામનગરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્શુન પ્રિપેર્ડનેશની બેઠક યોજાઇ
આ સંપૂર્ણ બેઠકમાં તાલુકા સ્તરે પણ ચોક્કસાઇપૂર્ણ આયોજન થઇ શકે તેમજ કોવિડને ધ્યાને રાખીને ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જોડિયા વગેરેના તાલુકા સ્તરના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ મારફત જોડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, નાયબ વનસંરક્ષક અધિકારી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.