જામનગર: કોરોનાની વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં જામનગર વહીવટીતંત્રે એક સંવેદનશીલ કાર્ય કર્યુ છે. ગતરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોડીયા ભૂંગા વિસ્તારના 137 અગરિયા પરિવારોને જીવન આવશ્યક વસ્તુઓ જેવી કે લોટ,દાળ,ચોખા,તેલ વગેરેની કીટ વિતરિત કરવામાં આવી હતી. તેમજ રાત્રીએ ગોધરા દાહોદ તરફ જતા શ્રમિકોને બસની વ્યવસ્થા કરી વતન પહોંચાડવામાં આવ્યા હતા.
આ મહામારીમાં અનેક શ્રમિક પરિવારો હજુ પણ અનાજની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જામનગરના રોજની રોજી રળતા ચેલા અને ધુંવાવ વિસ્તારના શ્રમિકોને હાલની પરિસ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, તે માટે પુરવઠા અધિકારી સાથે સંકલન કરી કલેકટર દ્વારા રાંધવા માટેની કાચી સામગ્રીની કીટ બનાવી સશસ્ત્ર સેના બલના જવાનોના સહયોગથી 350 પરિવારોને અપાઈ હતી. આ ઉપરાંત ફિશરીઝમાં 150 કીટ વિતરિત કરવામાં આવી હતી. સાથે જ રાહદારી શ્રમિકોને ચેવડાના 700થી 800 પેકેટ અને બિસ્કિટના 560 પેકેટ આપવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને સશસ્ત્ર સેના બળે અગરિયાઓને જીવન આવશ્યક વસ્તુઓ પહોંચાડી - કોવિડ -19 ન્યૂઝ
કોરોનાની વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં જામનગર વહીવટીતંત્રે એક સંવેદનશીલ કાર્ય કર્યુ છે. જેમાં જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોડીયા ભૂંગા વિસ્તારના 137 અગરિયા પરિવારોને જીવન આવશ્યક વસ્તુઓ પહોંચાડી હતી.