જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રાધે રેસ્ટોરન્ટના એક વેટરનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ આ સગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વેટરના મૃત્યુનું રહસ્ય ઘેરુ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાધે રેસ્ટોરા આવેલી છે. આ રેસ્ટોરામાં મૂળ ખેડા જિલ્લાનો વતની 26 વર્ષીય વિનીતકુમાર પટેલ વેટર તરીકે નોકરી કરતો હતો. ગત રાત્રી દરમિયાન અચાન આ વેટરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું હતું. આ શંકાસ્પદ મૃત્યુની જાણ મળતા જ જામનગરની સિટી સી ડિવિઝનની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોલીસ કાર્યવાહીઃ વહેલી સવારે જામનગરના સિટી સી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતદેહના ગળાના ભાગે નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસ ટુકડીએ ઘટના સ્થળે પુછપરછ કરી અને રાધે રેસ્ટોરાના આસપાસના ભાગે જોવા મળતા સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં જ સિટી સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહના ગળાના ભાગે નિશાન જોવા મળ્યા છે. આ શંકાસ્પદ મૃત્યુ વિશે સચોટ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે... ભાવિક ચૌધરી(પીઆઈ, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર)