ETV Bharat / state

Jamnagar Crime : જામનગરમાં મહિલાના વાળ ખરીદવા નીકળતા અને બંધ મકાન ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ - ઘરફોડ ચોરીઓ

જામનગરમાં દિવસે મહિલાના વાળ વેચાતા લેતાં અને બાદમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. જામનગર પોલીસે ત્રણ શખ્સોની રોકડ સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. જેમાં એલસીબીએ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

Jamnagar Crime : જામનગરમાં મહિલાના વાળ ખરીદવા નીકળતા અને બંધ મકાન ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 7:41 PM IST

ત્રણ શખ્સોની રોકડ સહિતના મુદ્દામાલ સાથે અટકાયત

જામનગર : જામનગર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઠંડીની સીઝનમાં ચોરીના બનાવ બન્યા હતા, જેમાં અમુક ચોરીના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારની ઘરફોડ ચોરી અંગે એલસીબી દ્વારા તપાસ કરીને તસ્કર ટોળકીને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવી છે, જેમાં અસંખ્ય ચોરીની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે.

એલસીબીએ ઠેબા ચોકડીથી પકડ્યાં : ગેંગના આરોપીઓ દિવસે મહિલાઓના વાળ વેચાતા લેતાં હતાં અને મોકો જોઈ બંધ મકાનમાં ચોરીને અંજામ આપતા હતાં. જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી એક ટોળકીને એલસીબીએ ઠેબા ચોકડી રોડ પરથી પકડી પાડી છે, ત્રણ શખ્સોને રોકડ અને બાઇક સાથે પકડી લઇ સઘન પૂછતાછ કરતા જામનગરના લાલપુર, હરીપર, જગા, ચાવડા, કાલાવડ, ભણગોર, ભાણવડ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં કરેલી ચોરીઓની કબુલાત આપી હતી, આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં ચોરી કર્યાની પણ કેફીયત આપતા આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.

અન્ય જિલ્લાની ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા : પોલીસે ભરત પરમાર, રણજીત પરમાર અને અર્જુન વાઘેલાની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય એક ફરાર આરોપીને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ ટોળકીએ લાખોની ચોરી કરી છે. ચોર ટોળકી બંધ મકાનને નિશાન બનાવીને દાગીના, રોકડ ઉસેડી જતા હતાં. અગાઉ આ ટોળકીના સાગરીતો અન્ય જિલ્લાની ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા છે. જામનગર પંથકની સાત ચોરીના ભેદ એલસીબી પીઆઇ ચૌધરીની સૂચનાથી સ્ટાફ દ્વારા ઉકેલવામાં આવ્યા છે. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી કરતી ટોળકી પકડાતા અનેક ગુનાઓ ઉકેલાઇ શકે છે.

રાજકોટમાં 1.40 લાખથી વધુની ચોરી કરનાર ચીકલીગર ગેંગના પાંચ આરોપી ઝડપાયા

સુરત ક્રાઈમ ન્યૂઝઃ ઘરફોડ ચોરીમાં સેન્ચ્યુરી મારનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.