જામનગરઃ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાંના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. હાલ કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લીધો છે.
આ સમયે ખેડૂતોને પોતાની ખેતી માટે લેવા પડતા ધિરાણ બાબતે વારંવાર ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. તેમાનાં એક પણ લાભાર્થી આ કાર્ડના લાભથી બાકી ન રહી જાય તે માટે ખેડૂતો આગળ આવે તેવી અપીલ કરતા કહ્યુ હતુ કે, જે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક નથી તેઓ માટે આગામી દિવસોમાં જિલ્લામાં ખેતીવાડી વિભાગના વહીવટી તંત્ર તેમજ બેંકો સાથે મળીને ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે તારિખ 8 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે ખેડૂતોને એક પાંનાના સરળ ફોર્મ સાથે નામ, સરનામુ, 7-12, બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે, જેના થકી આ કાર્ડ ખેડૂતોને સરળતાથી પ્રાપ્ય થશે.