ETV Bharat / state

Jamnagr News: જામનગરની જી.જી હોસ્પિટલમાં રાઉન્ડમાં નીકળ્યો આખલો, જુઓ વીડિયો...

author img

By

Published : Jan 30, 2023, 5:50 PM IST

જામનગરની જી. જી હોસ્પિટલમાં વહેલી સવારે આખલો ઘૂસી ગયો હતો. આખલાને હોસ્પિટલમાં જોતા દર્દીઓના સગાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું. સોશિયલ મીડિયામાં આ જામનગરની જી.જી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે.

જી જી હોસ્પિટલમાં ડોકટર નહિ ખુટિયો આવે છે રાઉન્ડમાં

જી. જી હોસ્પિટલમાં વહેલી સવારે આખલો ઘૂસી ગયો

જામનગર: ગુજરાતમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે રસ્તાઓ બાદ હોસ્પિટલો પણ તેમાંથી બાકાત નથી. સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જામનગરની હોસ્પિટલ જી. જી હોસ્પિટલમાં વહેલી સવારે આખલો ઘૂસી ગયો હતો. જે બાદ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું.

હોસ્પિટલની અંદર આખલાના આંટાફેરા: જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સમગ્ર હાલાર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિઘ હોસ્પિટલમાં રાત્રિના સમયે હોસ્પિટલની અંદર આખલો આંટાફેરા કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આખલાને હોસ્પિટલમાં જોતા દર્દીઓના સગાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

આ પણ વાંચો: Rajkot Crime : રાજકોટમાં ઢોર ડબ્બામાંથી સ્થાનિકો બળજબરીથી છોડાવી ગયા ઢોર

જી.જી હોસ્પિટલનો વીડિયો વાયરલ: સોશિયલ મીડિયામાં આ જામનગરની જી.જી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જી જી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોવા છતાં પણ મન ફાવે ત્યારે હોસ્પિટલની અંદર ખુટિયા ઘુસી જાય છે અને ટ્રોમા સેન્ટર તેમજ અન્ય વિભાગોમાં આટા ફેરા કરતા જોવા મળે છે. સમગ્ર મામલે હોસ્પિટલના ડિનનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે એક્સ આર્મી મેન અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. જો કે ક્યારેક ધ્યાન ન હોય તો રખડતા પશુઓ હોસ્પિટલની અંદર ઘૂસી જાય છે. જો કે ફરી આવી ઘટના ન બને તે માટે સિક્યુરિટી ગાર્ડનને કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara Corporation: રખડતા ઢોરને પ્રથમવાર CCTVથી સ્કેન કરી માલિકોની સામે પોલીસ કેસ

સિક્યુરિટી અંગે પણ અનેક સવાલો: ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જી.જી હોસ્પિટલમાં આખલો ઘૂસી ગયો હોવાનો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં કૂતરાઓની રંજાડ ઉપરાંત ગાયો અને ખુટીયા જેવા રઝળતા ઢોર રસ્તા પરથી હોસ્પિટલમાં પહોંચી જાય છે અને દર્દીઓને નુકસાન પહોંચાડે તે રીતના આંટા ફેરા કરતા હોય ત્યારે સિક્યુરિટી આ અંગે પણ અનેક સવાલો ઊભા થાય છે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરના આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો સારવાર માટે આવે છે. દર્દીઓની વ્યવસ્થા જળવાય તે માટે ખાસ ત્રણ સિક્યુરિટી કંપનીઓ ફરજ બજાવે છે. જેની 8 કલાકની 3 શિફ્ટ હોય છે. GSIF,એક્સ આર્મી ઉપરાંત ખાનગી સિક્યુરિટીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલની સુરક્ષા માટેની ફરજ સોંપવામાં આવી છે પરંતુ હોસ્પિટલની અંદર પ્રવેશતા લોકોને વારંવાર કુતરાઓ. રઝળતી ગાય, ખુટીયા જેવા ઢોરનો સામનો કરવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.