- જામનગર એરફોર્સ સ્ટેશન નજીક ભયંકર ભણકારા
- રૌદ્ર કડાકાથી ઘરોના બારી-બારણા હલબલી ઊઠયા
- જામનગરમાં રૌદ્ર ધડાકાથી લોકોના ઘરોમાં તિરાડ પડી
જામનગરઃ જામનગર શહેરમાં(Jamnagar City) વહેલી સવારે ધડાકા થતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો. એરફોર્સ સ્ટેશન(Jamnagar Air Force Station) નજીકના વિસ્તારમાં પ્રચંડ ધડાકાને લીધે લોકોના બારી-બારણા ધ્રૂજી ઊઠયા. ભયંકર અવાજને કારણે કંટ્રોલરૂમે તપાસ કરી હતી. ત્યારે આ અંગે વિગત એવા અનુમાન લાગ્યા કે, એરફોર્સ દ્વારા ખાડી વિસ્તારમાં બોમ્બ ધડાકાની(Jamnagar bomb blast) પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું કે, એરફોર્સ સ્ટેશનના નજીક રહેતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને મકાનોમાં તિરાડ પડી હોવાનું પણ બહાર આવ્યું છે.
પ્રચંડ ધડાકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઉલ્લેખનીય છે કે એરફોર્સ સ્ટેશનમાં જવાનો પ્રેક્ટિસ(Practice going to the Air Force Station) દરમિયાન દારૂગોળા ફોડતા હોવાનું બહાર આવ્યું છે. પ્રચંડ ધડાકા થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ભૂકંપનો(Jamnagar earthquake) ભય આવ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
દારૂ ગોળાની પ્રેક્ટિસ દરમિયાન ઉગ્ર ધડાકા
જામનગર શહેરમાં આર્મી નેવી(Army Navy) અને એરફોર્સના ટ્રેનિંગ સેન્ટરો આવ્યા છે. ત્યારે આ ટ્રેનિંગ સેન્ટરમાં જવાનોને આકરી તાલીમ આપવામાં આવતી હોય છે. જ્યારે એરફોર્સ સ્ટેશનમાં અવારનવાર જવાનોને ફાયરિંગની તેમજ દારૂ ફોડવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જે અનુસંધાને દૂર દૂર સુધી દારૂગોળાના(Sounds of ammunition Jamnagar ) અવાજો સંભળાતા હોય છે. જો કે આ વખતે આજુબાજુના રહીશોના મકાનોમાં તિરાડો પડી હોવાનું બહાર આવ્યું છે. ધડાકાનો અવાજ જામનગર શહેરમાં ચેક બાયપાસ સુધી લોકોના કાન બેરા કરી નાખતો હતો.
આ પણ વાંચોઃ રિલાયન્સ અને સાઉદી અરામકો ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ, ભવિષ્યમાં કરશે યોગ્ય જાહેરાતો
આ પણ વાંચોઃ Indian Air Force Day: ના દિવસે Jamnagar Air Force Station વિશે જાણો...