જામનગર : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જામનગર (President Ramnath Kovind visiting Jamnagar)ખાતે આવેલા ઇન્ડિયન નેવલ શિપ (INS) વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરિ કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર, કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ, એડમિરલ એમ.એમ. હમ્પી હોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : હોકી પ્લેયર વંદના કટારિયા પદ્મશ્રીથી એવોર્ડ સન્માનિત
નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા - પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ (Presidents Color Award) સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. જે ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે. જેમનું 27 મે, 1951 ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી (Indian Navy ship Valsura) સન્માનિત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : દેશની આન-બાન-શાન સમા INS વિરાટ જહાજની અંતિમ સફર, 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો
INS શું છે જાણો - 1942માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્ય પૂર્ણ (Honored INS Valsura) સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે.