જામનગર: કૃષિપ્રધાન આર.સી. ફળદુએ ધ્વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીએ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આઝાદીમાં જાન કુરબાન કરનારા સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ કૃષિ પ્રધાન ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં કૃષિ ઉદ્યોગ અને સેવાનો સમતોલ વિકાસ થયો છે. ગુજરાતની જનતા કોરોનાને પરાજીત કરવા સક્ષમ છે.
કૃષિ પ્રધાને જણાવ્યું કે દેશની સુરક્ષા કાજે સીમાઓને સુરક્ષિત રાખવા માટે આજે સુરક્ષા દળોમાં ગુજરાતીઓનો નોંધપાત્ર વધારો થયો છે. જે ગર્વની બાબત છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું હોય ત્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી સામે લડતા ધનવંતરી રથની કામગીરીને બિરદાવી હતી. સાથે સાથે જન-જનની લાભાર્થી રાજ્ય સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની તરફથી માહિતી રજૂ કરી હતી.
કૃષિ પ્રધાન વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન દ્વારા લાગુ કરાયેલા વિવિધ યોજનાઓની વિગતો આપતા ગુજરાતના આંતરમાળખાકીય વિકાસ અને જન આરોગ્યની સુખાકારી માટેના રાજ્ય સરકાર નિર્ણય આચાર્ય ઝલક આપી કહ્યું કે ખેડૂતોને અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિમાં પણ તકલીફમાં ના રહે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હાલમાં અમલી કરવામાં આવે છે. 32 લાખ કરતાં વધુ કૃષિ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જગતના તાતને સમૃદ્ધ બનાવવા તરફ રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યમાં સુજલામ સુફલામ યોજના થકી 42 લાખથી વધુ પાણીનો સંગ્રહ કરી શક્તિ શકાયો છે.
રિન્યુએબલ એનર્જીમાં ભારત 64 ટકા જેટલા ટોપ સાથે ગુજરાત બિનપરંપરાગત ઊર્જામાં અગ્રીમ છે. ડિજિટલ ક્લાસ રૂમ અને લર્નિંગ અર્નિંગ નાક અને ગુજરાતમાં લાગુ કરી શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત તરફ વાળવામાં આવી છે.
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત જનહિતના નિર્ણય લીધા છે. મહામારીમાં લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી ગર્વીલા ગુજરાતીઓની પર કે રાજ્ય સરકાર હંમેશા આધારસ્તંભ બની ઉભી છે. આજે આપણું ગુજરાત આગવું ગુજરાત બન્યું છે, આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ચૂક્યો છે.
વધુમાં કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કોરોના વોરીયર્સને કૃષિ પ્રધાન અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રમતગમત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર જી.જી હોસ્પિટલના નોડલ ઓફિસર ચેટરજી, બી આઈ ગોસ્વામી તથા અન્ય ડોક્ટર નર્સ ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્ય કર્યો લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તહેનાત રહેલા પોલીસ કર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને જીવનના જંગમાં જીત મેળવનારના કુલ 48 કોરોના વોરિયર્સ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલા નાયબ પોલીસ અધિક્ષક ચાવડા અને કોન્સ્ટેબલ ભરતભાઈ પટેલને કૃષિ પ્રધાન અને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.