ETV Bharat / state

કાલાવડ ખાતે પ્રધાન આર.સી.ફળદુ દ્વારા તાલુકા જીમ સેન્ટરનું લોકાર્પણ

author img

By

Published : Jan 18, 2021, 8:27 PM IST

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુકત સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્યના દરેક જિલ્લાના તાલુકા મથકે એક તાલુકા જીમ સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ETV BHARAT
જીમ સેન્ટરનું લોકાર્પણ
  • કાલાવડમાં જીમ સેન્ટરનું લોકાર્પણ
  • 22.50 લાખના ખર્ચે બન્યું જીમ
  • આર.સી.ફળદુએ કર્યું લોકાર્પણ
    ETV BHARAT
    જીમ સેન્ટરનું લોકાર્પણ

જામનગર: ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુકત સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્યના દરેક જિલ્લાના તાલુકા મથકે એક તાલુકા જીમ સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ETV BHARAT
જીમ સેન્ટરનું લોકાર્પણ

લોકો તંદુરસ્ત રહે તે માટે તમામ તાલુકા મથકે જીમ સેન્ટર ઉભાં કરાશે

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રુપિયા 22.50 લાખના ખર્ચે તાલુકા જીમ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આજે સોમવારે કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુના હસ્તે આ જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રમત-ગમત વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી અર્થે દર વર્ષે વિવિધ તાલુકાઓમાં જીમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, લાલપુર તેમજ કાલાવડ તાલુકામાં જિમ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કશ્યપ વૈષ્ણવ, નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી, જિલ્લા રમત-ગમત અધિકારી નીતા વાળા, સહદેવભાઇ, કાલાવડના અગ્રણીઓ, રમત ગમત વિભાગના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.