જામનગ૨માં ચેરીયા ડાડાના મંદિ૨ની બાજુમાં જામનગ૨ રીલાયન્સ રોડ પર 14 કિ.મી.ના અંતરે વાત્સલ્ય વૃદ્ધાશ્રમ (વડીલોના ઘ૨)નું વાસ્તુ કાર્યક્રમ યોજાશે. મહિલાઓ સંચાલિત વૃદ્ધાશ્રમ આધુનિક સુવિધાથી સજ્જ આશ્રમ બનાવવામાં આવ્યો છે.
વડીલોના ઘ૨નું વાસ્તુ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં જામનગ૨ના પૂ. ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહારાજ આશિર્વચન આપશે. વડીલોના સ્વાસ્થય માટે ડોકટર્સ નિયમિત રીતે સ્વાસ્થય તપાસ માટે આવતા ૨હેશે.