- જામનગરમાં વોર્ડ નંબર 11માં પાણીની નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન
- વોર્ડ નંબર 11માં છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ
- ઇટીવી ભારત જાણવાનો પ્રયાસ વોર્ડ નંબર 11માં છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ
જામનગરઃ શહેરમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જામનગરના વોર્ડ નંબર 11માં છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ થયો અને હજુ લોકો ક્યાં કામો કરવા માટે ઇચ્છા ધરાવે છે. તે જાણવાનો પ્રયાસ ઇટીવી ભારત દ્વારા કરવામાં આવ્યો છે.
ગટરનું ગંદુ પાણી સ્થાનિકો માટે બન્યું માથાના મમ
જામનગરમાં વોર્ડ નંબર 11 માં સંધિ નગરની બાજુ માંથી જ ચોમાસા દરમિયાન નદી પસાર થાય છે. વર્ષ દરમિયાન અહીં ગટરના ગંદા પાણી પડેલા જોવા મળે છે. જેના કારણે આજુબાજુના રહીશો રોગચાળાના ભોગ બને છે. ખાસ કરીને નાના બાળકો પણ વિવિધ બીમારીઓના શિકાર બને છે.
રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રસ્ત
ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિવિધ પક્ષના રાજકીય વિવિધ વોર્ડમાં પોતે કરેલી કામગીરી લોકો સમક્ષ મૂકતા હોય છે. જોકે વોર્ડ નંબર 11 માં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, અહીં ગટરના ગંદા પાણીથી આખું વર્ષ લોકો પરેશાન રહે છે. વોર્ડ નંબર 11માં ચોમાસા દરમિયાન આખા જામનગરનું પાણી અહીંથી પસાર થાય છે અને વર્ષ દરમિયાન ગંદુ પાણી વહેતું હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે.
સ્થાનિકોની શું છે માંગણી
વોર્ડ નંબર 11 ના સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, અહીંથી પસાર થતું ગંદા પાણીનું નાળુને ભૂગર્ભ ગટરમાં પરિવર્તન કરવામાં આવે તો સ્થાનિકોને અત્યારે જ હાલાકી પડી રહી છે. તે હલાકી ભોગવવી ન પડે તે માટે વોર્ડ નંબર 11 ના કોઈ પણ કોર્પોરેટર આવતા નથી અને સ્થાનિકોની વાત પણ સાંભળતા નથી તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.