જામનગર: સોમવારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેને લઈને જામનગરના રાજમાર્ગો પર વાહન ચાલકો માસ્ક પહેરી નીકળતા જોવા મળ્યા છે. જામનગરમાં ઓટો રીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે. પાન મસાલાની દુકાનો પણ ખુલી રહી છે. ચાની લિજ્જત માણતા લોકો જોવા મળી રહ્યા છે. છેલ્લા 55 દિવસથી લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરી રહેતા જામનગરવાસીઓમાં સ્વયં શિસ્ત જોવા મળી રહ્યું છે. મોટાભાગના રાજમાર્ગો પર દુકાનો ધમધમી રહી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-lockdown-janjivan-7202728-mansukh_19052020175354_1905f_1589891034_639.jpg)