જામનગર: કસાવા નામક મૂળ બ્રાઝિલના કંદની સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી જામનગર ખાતે સફળ ખેતી કરી આ બહેનો પ્રગતિશીલ ખેડૂત બની છે. ‘કસાવા’ના એક છોડથી આજે અનેક છોડ ઉછેરી એક છોડ દીઠ ઓછામાં ઓછા ૭ કિલો કસાવાથી વધુમાં વધુ ૩૫થી ૪૦ કિલો કસાવાનો પાક આ બહેનો મેળવી રહી છે. ગત વર્ષે પ્રયોગાત્મક સ્તરે કરેલી ૧૦ છોડની કસાવાની ખેતીમાંથી આ બહેનોએ આશરે ૩૩૫ કિલો કસાવાનો પાક મેળવ્યો હતો. જેમાંથી રૂપિયા ૨૬ હજાર જેવી પાકની આવક અને આશરે ૫ હજાર જેવી માત્ર છોડના વેચાણ થકી આવક મેળવી હતી. આ વર્ષે આ પ્રયોગને આગળ ધપાવતા આ બહેનો દ્વારા ૪૫ છોડનું વાવેતર કરાયું છે.
જામનગરની બહેનોએ બ્રાઝિલના કંદની ખેતી કરી, અઢળક કમાણી કરી - જામનગર
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને સાર્થક કરતી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની રાધે ગૃહ ઉદ્યોગ મંડળની સભ્યો એવી ખેડૂત પરિવારની આઠ બહેનોએ પોતાની આવડત અને મહેનતથી ગત જૂન માસમાં આત્માના સહકાર થકી ગૃહ ઉદ્યોગનો આરંભ કર્યો હતો. ગૃહ ઉદ્યોગમાં સફળતાના સોપાનો સર કરતી આ ખેડૂત બહેનો માત્ર ગૃહ ઉદ્યોગ થકી જ સિમિત ન રહેતા પોતાની ખેતીને પણ પ્રગતિકારક બનાવવા કટિબદ્ધ રહી છે. આ બહેનોએ ખેતીમાં નવા પાકોના પ્રયોગોનો પ્રારંભ કરી તેમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.