તેવામાં જ તેણે જામનગર જિલ્લાના પ્રવાસનો દોર શરૂ કર્યો હતો. હાર્દિક પટેલ ધ્રોલ ખાતે લોક સંપર્ક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મુલાકાત લીધી હતી ત્યારે ધ્રોલમાં પાટીદારો દ્વારા તેનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. અને હાર્દિક હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
પાટીદાર સમાજના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે હાર્દિક સમાજના કાર્યોને છોડીને અંગત સ્વાર્થ માટે રાજકારણમાં જોડાઈ ગયો છે. હાર્દિક પટેલે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય તો કર્યો છે પરંતુ જામનગર જિલ્લામાં અન્ય સમાજ તો એક તરફ રહ્યા પણ પાટીદાર સમાજમાં પણ તેનો આંતરિક વિરોધ જોવા મળી આવે છે. થોડા દિવસ પહેલાં જ જામનગર શહેરમાં પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે ફરી એક વખત ધ્રોલ ખાતે હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદારોમાં નારાજગી જોવા મળી આવી હતી.