ETV Bharat / state

હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ખેડૂતો રાજીરાજી, એક્સપોર્ટ ક્વોલિટી અજમો આ ભાવે વેચાયો - અજમાની અધધ આવક

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ (Hapa Marketing Yard )માં અજમાનો ભાવ (caraway seeds Price )ખેડૂતોને રાજીપો (Farmer Happiness )દઇ રહ્યો છે. પરદેશમાં માંગ (caraway seeds Foreign Demand )છે એવા એક્સપોર્ટ ક્વોલિટીનો અજમો (caraway seeds Export Quality )આપતું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ પણ આપી રહ્યું છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ખેડૂતો રાજીરાજી, એક્સપોર્ટ ક્વોલિટી અજમો આ ભાવે વેચાયો

author img

By

Published : Jan 5, 2023, 9:49 PM IST

અજમાના 5 હજારથી માંડી 6 હજાર સુધીના ભાવ બોલાઈ રહ્યાં છે

જામનગર જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ (Hapa Marketing Yard) અજમાનું પીઠું ગણાય છે. અહીં રાજકોટ ઉપરાંત અનેક જિલ્લાના ખેડૂતો અજમો (caraway seeds )વેચવા આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સમગ્ર ગુજરાતના અજમાના ભાવો (caraway seeds Price) જામનગર યાર્ડથી નક્કી થાય છે. હાલ અજમાની હરાજી (caraway seeds Auction) ચાલી રહી છે. જેમાં અજમાના 5 હજારથી માંડી 6 હજાર સુધીના ભાવ (AJma Price in Hapa Marketing Yard )બોલાઈ રહ્યાં છે. જે અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડ કરતા ખૂબ વધુ હોવાથી ખેડૂતોમાં ખુશી (Farmer Happiness) જોવા મળી રહી છે.

આ પણ વાંચો Jamnagar Market Yard: અજમો અને મરચાની જંગી આવક થતાં હાપા માર્કેટ યાર્ડ ‘હાઉસફુલ’, નવી આવક બંધ કરાઈ

અજમાની નિકાસ ગુજરાતભરમાંથી જામનગર યાર્ડમાં હજારો કિવન્ટલ અજમો ઠલવાય છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડના અજમાના મોટા વેપારને લઇ આસપાસમાં પ્રોસેસિંગ યુનિટો પણ બન્યાં છે.અજમો વેચાયા બાદ અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની વિદેશમાં પણ માંગ (caraway seeds Foreign Demand) હોવાથી નિકાસ કરવામાં આવે છે અને અજમાની નિકાસમાં જામનગર ટોચના સ્થાને છે.

આ પણ વાંચો Jamnagar Hapa Market Yard: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ વખત કલોંજીના પાકની આવક શરૂ

5 હજાર મણ આસપાસ અજમો ઠલવાઇ રહ્યો છે જામનગરમાં છેલ્લા કેટલાંક સમયથી દરરોજ 5 હજાર મણ આસપાસ અજમો ઠલવાઇ રહ્યો છે. દરરોજ 150 થી 200 જેટલા ખેડૂતો અજમો વેચવા આવી રહ્યા છે. જેમાં અજમોના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 5900 સુધીના બોલાઈ રહ્યા છે. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

જામનગરનો અજમો ત્રીજા ક્રમે જાણકારોના મત મુજબ જામનગર યાર્ડમાં ઠલવાતો અજમો તીખાશવાળો હોવાથી ગુણવતામાં (caraway seeds Quality ) ખૂબ સારો હોય છે. અજમો વેપારીઓ ખરીદે છે. અજમો ખરીદતા મોટા ભાગના જામનગરના વેપારીઓના અજમાં માટેના પ્રોસેસિંગ યુનિટ (caraway seeds Processing unit ) પણ યાર્ડની બાજુમાં જ આવેલ આવેલા છે. આ યુનિટમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ યુનિટમાં પ્રોસેસ કર્યા બાદ તેના અડધો કિલો, એક કિલો એ રીતે પેકીંગ કરીને મસાલા માર્કેટમાં વેચવામાં આવે છે. એટલું જ નહીં ઇઝરાયેલ, ગલ્ફ કન્ટ્રી, આફ્રિકા તથા વિશ્વના અન્ય દેશોમાં મોટાપાયે નિકાસ (caraway seeds Export Quality ) પણ કરવામાં આવે છે. વધુમાં જામનગર યાર્ડમાં આવતો અજમો લીલાશવાળો અને ઉચ્ચ ગુણવતાનો હોવાથી મહારાષ્ટ્રના કરનુલ, મધ્યપ્રદેશના નંદુરબાર બાદ જામનગરનો અજમો ત્રીજા ક્રમે આવે છે.

અજમાના ઉપયોગ વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી અજમાનો ઉપયોગ ઔષધિ (caraway seeds Medicine ) તરીકે કરવામાં આવી રહ્યો છે. સ્વાદમાં તીખોતમતમતો અજમો આયુર્વેદની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં પણ પાચન ક્રિયા ઉપરાંત શરદી, ઉધરસ, કફ, પિત, વાયુ જેવી બીમારીઓમાં આયુર્વેદ (Ayurvedik Medicine) અજમાને રામબાણ ઈલાજ માને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.