છેલ્લા 54 વર્ષથી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. અહીં દેશ-વિદેશથી ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. સતત 24 કલાક બાલા હનુમાન મંદિરમાં શ્રી રામ જય રામ જય રામ નાદ ગુંજે છે.
શુક્રવારે હનુમાન જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો બાલા હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાલા હનુમાન મંદિરમાં ભગવાનને વિવિધ ભોગ ચડાવવામાં આવ્યા હતા. મંદિરમાં શણગાર પણ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજે પણ મહાઆરતી યોજવામાં હતી. જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 54 વર્ષથી 24 કલાક રામધુન ચાલી રહી હતી. જે રેકોર્ડનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જામનગરનું બાલા હનુમાન મંદિર એ ત્રણ-ત્રણ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.