ETV Bharat / state

Gujarat Foundation Day 2023: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી - ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.

gujarat-foundation-day-2023-government-buildings-of-jamnagar-were-lit-up-with-lights

author img

By

Published : Apr 30, 2023, 9:17 PM IST

જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

જામનગર: ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે. જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે. ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.

જામનગરમાં દિવાળી જેવો માહોલ: જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જામનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મોટાભાગની સરકારી ઇમારતો અને જાહેર માર્ગો પર રંગબેરંગી લાઇટિંગ લગાવવામાં આવી છે જેના કારણે શહેરમાં સમગ્ર રોશની ફેલાય છે.

જામનગરવાસીઓમાં પણ ભારે ઉત્સાહ: જામનગરમાં આગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા ત્યારે પણ સમગ્ર શહેરમાં રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જો કે આવતીકાલે ગૌરવ દિવસની ઉજવણી જામમગરમાં થવાની છે ત્યારે જામનગરવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રંગ બેરંગી રોશનીથી સમગ્ર શહેરમાં ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને લોકો રાતે રોશની જોવા મળે પરિવાર સાથે બહાર નીકળી રહ્યા છે.

આ પણ વાંચો Gujarat Foundation Day 2023: ગુજરાત સ્થાપના દિવસે CMનો સંદેશ, કહ્યું- ગુજરાતના વિકાસની યાત્રા અવિરત ચાલતી રહેશે

જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું: ખાસ કરીને લાલ બંગલાથી લઈ સમર્પણ હોસ્પિટલ સુધી રસ્તામાં રોશની કરવામાં આવી છે તો શહેરની મુખ્ય બીલડીગ અને શહેર મધ્ય આવેલા લાખોટા તળાવમાં પણ રગબેરગી રોશની કરવામાં આવી છે. સરકારી તમામ બીલડીગમાં રોશની છે તો મુખ્ય માર્ગો પર પણ રોશની જોવા મળી રહી છે. આમ જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો Gujarat Foundation Day 2023: ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીમાં ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.