જામનગર: ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર શહેરમાં થઈ રહી છે.આ ઉજવણીના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પરેડ તેમજ શસ્ત્ર-પ્રદર્શન સુધીના આયોજનોનો સમાવેશ થાય છે. પરંપરાગત હથિયારથી લઈને અતિ આધુનિક રાઈફલ સુધીના તમામ હથિયારોનું પ્રદર્શન જામનગરમાં ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સૈન્યના અધિકારીઓ એ પણ સમજાવી રહ્યા છે કે, અત્યારે આ હથિયાર કેવી રીતે અને ક્યાં ઉપયોગમાં આવે છે. આ પ્રદર્શનમાં સૈન્યના સૈનિકોથી લઈને મોટા અધિકારીએ પણ ખાસ હાજરી આપીને પ્રદર્શનને ખરા અર્થમાં ખાસ બનાવ્યું હતું.
આ પણ વાંચો Jamnagar News : માલિક કંટાળીને નગારા સાથે સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમે લઈ ગયા
શસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર: ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તારીખ 1 થી તારીખ 3 મે સુધી યોજાશે. આધુનિક તથા પુરાતન શસ્ત્રોનું પ્રદર્શનમાં ઓટોમેટીક ગ્રેનેડ લોન્ચર, બોમ્બ ડિસ્પોઝલ ના સાધનો, બુલેટ પ્રૂફ કાર, તથા અનેક પ્રકારની રાયફલ-પિસ્તોલ સહિતના શસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે.સવારે 9 થી 1 તથા બપોરે 3:30 થી 7:30 દરમિયાન આ શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે.
ઉજવણીનું આયોજન: સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. જેમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ભવ્ય પોલીસ પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનનું જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જેમાં તારીખ 1 થી 3 મે સુધી સત્યસાઈ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતન શસ્ત્રો સાથેનું પ્રદર્શન પણ યોજવાનું છે. જેનું જામનગર જાહેર જનતા સવારે 9 થી 1 તથા બપોરે 3:30 થી 7:30 સુધી નિદર્શન કરી શકશે.
આ પણ વાંચો Jamnagar news: જામનગર એરપોર્ટ પર પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ, દ્વારકાધીશના કરશે દર્શન
શસ્ત્રો હશે: આ શસ્ત્ર પ્રદર્શનનું ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજવાનું આ શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 38 બોર રિવોલ્વર, 303 રોઝ રાયફલ, 303 EY S.L.R રાયફલ, 303 નંબર-1 માર્ક-3 રાયફલ, 0303 ઈટાલીયન રાયફલ,455ટી.એમ.સી, 2” મોર્ટર, 455 બોર રિવોલ્વર, ટીટો રિવોલ્વર, લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર, 32 બોર રિવોલ્વર, 22 રાયફલ, MP5 K રાયફલ, રાયોટ ગન, 9 એમ.એમ. કાર્બાઈન, 9 એમ.એમ. સ્ટેનગન, 9 એમ.એમ. પિસ્ટલ ઓટો,38 એમ.એમ.એમ.એસ.એલ (મલ્ટી સેલ લોન્ચ 2), 12 બોર પંપ એકશન ગન GF રાયફલ, ગેસ ગન સેલ, 7.62 એલ.એમ.જી, A.G.L, માર્કસમેન બી.પી.વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રો નાગરિકો જોઈ શકશે.