ETV Bharat / state

Gujarat Day 2023: CM ગેરહાજર, ઋષિકેશ પટેલે કહ્યું પડકારો છતાં PMએ ગુજરાતને અડીખમ રાખ્યું - Gujarat formation day Jamnagar

ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની જામનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ તૂટી જતા સત્યસાઈ સ્કૂલના મેદનામાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. સોમવારે સવારથી કલાકારોના જમાવડા વચ્ચે ગુજરાત રાજ્યના જુદા જુદા વિભાગના પ્રધાનોએ પણ ખાસ હાજરી આપી હતી. જોકે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની તબિયત ખરાબ હોવાને કારણે હાજરી આપી શકે એમ નથી.

Gujarat Day 2023: CM ગેરહાજર, ઋષિકેશ પટેલે કહ્યું પડકારો છતાં PMએ ગુજરાતને અડીખમ રાખ્યું

author img

By

Published : May 1, 2023, 12:36 PM IST

જામનગરઃ જામનગરમાં આજરોજ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તેમના પુત્રની તબિયતના તંદુરસ્ત હોવાના કારણે તેઓ જામનગરના તમામ કાર્યક્રમમાં આવી શકશે નહીં. સવારે જામનગર પહોંચેલા સરકારના પ્રવક્તા તથા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, CM આકસ્મિક રીતે કાર્યક્રમ ઉપસ્થિત રહી શક્યા નથી. અનેક પડકારો છતાં વડાપ્રધાને ગુજરાતને અડીખમ રાખ્યું હતું. ગુજરાત મોડલની આજે સમગ્ર દેશમાં બોલબાલા છે. હજુ પણ વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન ગુજરાતની ચિતા કરે છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયા પાણી

બજેટમાં વધારો કર્યોઃ સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મળનારા બજેટમાં વધારો કર્યો છે. વડાપ્રધાનને લોકોના અંતરના આશીર્વાદ મળ્યા છે. સેવાકીય યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તેવા ઈરાદાથી વડાપ્રધાને કામ કર્યું છે. ત્રણ લાખનું બજેટ ગુજરાતનું જનતા માટે છે. ઘર ઘર પાણી સરકારે પહોચાડ્યું છે. બહેનોને બેડા લઈ પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાયો છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું છે. વર્ષ 1986-87માં આરોગ્ય પ્રધાને લાલપુરમાં નોકરી કરી હતી.

ખાસ ઉપસ્થિતિઃ આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર શહેરમાં કુલ ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સત્ય સ્કૂલ ખાતે ઇ-લોકાર્પણ અને ઇ-ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે. શહેરમાં લાલ બંગલાથી સાત રસ્તા સુધી પોલીસ પરેડનું આયોજન કરવામાં આવશે. સાંજના સમયે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.

આ પણ વાંચોઃ Gujarat Foundation Day 2023: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની

દિવાળી જેવો માહોલઃ જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જામનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મોટાભાગની સરકારી ઇમારતો અને જાહેર માર્ગો પર રંગબેરંગી લાઇટિંગ લગાવવામાં આવી છે જેના કારણે શહેરમાં સમગ્ર રોશની ફેલાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.