ETV Bharat / state

જામનગરમાં શૈક્ષણિક અને રોજગારલક્ષી સેમીનાર યોજાયો - Mansukh Solanki

જામનગર: શહેરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનાર મદદનીશ નિયામકની કચેરી, ચંદ્રમણીબેન ઝવેરચંદ મેઘજી ગોસરાણી BCA કોલેજ મળીને યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં અસરકારક રિઝ્યૂમ કેમ બનાવવું તેમજ ઈન્ટરવ્યૂ ટીપ્સ અંગે શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો
author img

By

Published : Jul 19, 2019, 9:52 PM IST

આ સેમીનારમાં રોજગાર કચેરી ખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલર અંકિત ભટ્ટે અસરકારક રિઝ્યુમ કેમ બનાવવું, ખાનગી કંપનીને ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા, ઇન્ટરવ્યૂ ટીપ્સ તથા ખાસ કરીને રિઝ્યૂમમાં ક્યાં ક્યાં મુદ્દાઓનો સમાવેશ કરી શકાય જેવી માહિતી આપી હતી. આ સાથે રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, પ્રવર્તમાન સમયે નોકરીની જુદી-જુદી જાહેરાતો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલું છે? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, તેની સવિસ્તાર માહિતી આપી હતી.

જામનગરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો
જામનગરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

આ ઉપરાંત ઉમેદવારોને પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનારમાં 224 ઉમેદવારો હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. વધુમાં આવા માર્ગદર્શક સેમિનારો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પ દરેક કોલેજોમાં થવા જરૂરી છે. દરેક વિદ્યાર્થીઓએ એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવું જ જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.

Intro:અસરકારક રિઝ્યુમ કેમ બનાવવું તથા ઇન્ટરવ્યું ટીપ્સ

વિશે શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

જામનગરમાં આજ રોજ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર અને શ્રીમતી ચંદ્રમણીબેન ઝવેરચંદ મેઘજી ગોસરાણી બી.સી.એ કોલેજ (હરિયા કોલેજ) જામનગરની સાથે મળીને અસરકારક રિઝ્યુમ કેમ બનાવવું તથા ઇન્ટરવ્યું ટીપ્સ વિશે શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો અને રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કેમ કરાવવી તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ છે તે વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્યશ્રી શ્રીમતી હેતલબેન જી.સાવલા (બી.સી.એ) કોલેજ તથા કોલેજના સમગ્ર અધ્યાપકો અને હેડ કલાર્ક પણ ઉપસ્થિત રહેલા હતા.

આ સેમીનારમાં રોજગાર કચેરી ખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલરશ્રી અંકિતભાઇ ભટ્ટે અસરકારક રિઝયુંમ કેમ બનાવવું, ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા, ઇન્ટરવ્યું ટીપ્સ તથા ખાસ કરીને રિઝયુંમમાં ક્યાં ક્યાં મુદ્દાઓનો સમાવેશ કરી શકાય તથા રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, તેની સવિસ્તાર માહિતી આપેલ હતી.તથા ઉમેદવારોને પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપેલ હતું. આ સેમીનારમાં ૨૨૪ ઉમેદવારો હાજર રહેલા હતા.તથા માર્ગદર્શન મેળવેલ હતું. વધુમાં આવા માર્ગદર્શક સેમિનારો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ દરેક કોલેજોમાં થવા જરૂરી છે તથા દરેક ઉમેદવારો/વિદ્યાર્થીઓ એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવું જ જોઈએ તેવું હરિયા બી.સી.એ કોલેજ જામનગરના આચાર્યશ્રી શ્રીમતી હેતલબેન જી.સાવલા તથા હેડ કલાર્કશ્રી હરિયા વિનિતભાઈએ જણાવેલ હતું તેમ મદદનીશ નિયામક(રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.