જામનગરઃ જિલ્લામાં મહાકાય કંપની આવેલી છે. તેમ જ અહીં બ્રાસ ઉદ્યોગ સાથે પણ પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં સંકળાયેલા છે. જામનગરમાં શનિવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા પરપ્રાંતીય તેમજ અન્ય જિલ્લાના જે લોકો ફસાયેલા છે તેમને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, જામનગર શહેરમાં અન્ય જિલ્લાના તેમજ અન્ય પ્રાંતના અનેક લોકો હાલ ફસાયેલા છે અને આ લોકોને પોતાના વિસ્તારમાં જવા માટે ડિજિટલ ગુજરાત gov.inમાં એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને ત્યારબાદ જે તે વિસ્તારમાં જવાની મંજૂરી આપવામાં આવશે.
લોકડાઉનમાં ફસાયેલા લોકો પોતાનું પર્સનલ વાહન તેમજ પ્રાઇવેટ વાહન કરી જે તે વિસ્તારમાં જઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી રહી છે.