જામનગર: શહેરના ઓશવાળ સેન્ટરના પ્લોટ ખાતે (Good Governance Week program Jamnagar) કૃષિપ્રધાન રાઘવજી પટેલની (Agriculture Minister Raghavji Patel) અધ્યક્ષતા હેઠળ સુશાસન સપ્તાહની ઉજવણી ( Good Governance week 2021) ચાલી રહી હતી. તે દરમિયાન વરસાદ આવતા કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. આ સાથે લોકો કૃષિપ્રધાન સહિત અન્ય લોકો પણ પલળી ગયાં હતા.
બે હજાર લોકોને વિવિધ યોજનાનો લાભ મળ્યો
રાજ્ય સરકાર દ્વારા આયોજીત સુશાસન સપ્તાહ કાર્યક્રમ (Good Governance Week Program)અંતર્ગત જામનગર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, મત્સ્ય પાલકો, સહકારી મંડળીના સદસ્યો વગેરેને વિવિધ પ્રકારની યોજનાકીય લાભ આપવામાં આવ્યા છે.
કૃષિ પ્રધાને યોજી પત્રકાર પરિષદ
કૃષિ પ્રધાનએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, માવઠાના કારણે આ કાર્યક્રમની ગોઠવણી ઓશવાળ હોલ ખાતે કરવામાં આવી હતી. આ ઉપંરાત ખેતીવાડી અધિકારીઓના અહેવાલ બાદ માવઠામાં થયેલા નુકશાન અંગે પરિક્ષણ કરવામાં આવશે તે પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: