જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા નગરપંચાયત ઉમીદ સેંટર મુકામે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સશકિ્તકરણ અને મહિલાઓમા જાગૃતી લાવવા 'એકજ ભુલ' નામનુ નાટક રજુ કરાયુ હતું. જેમા આજના યુગમાં માતા પિતા દ્વારા લાડકવાઇથી ઉછરેલી તેમની દિકરી માતા પિતાના વિરૂદ્ધ જઈ પોતાની મરજી મુજબ લગ્ન કરે છે અને લગ્ન બાદ શું પરીણામ આવે છે તે વિષય પર આ નાટક રજુ થયું છે. તેમજ આ કાર્યક્રમમાં વકૃત્વ સ્પર્ધામા તેમજ અભીનય નાટ્યમાં પહેલો બીજો તેમજ ત્રીજો નંબર આવનાર વિર્ધાથીનીઓને સુરક્ષા સેતુ ચીન્હવાળા સીલ્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઈનચાર્જ P.S.I.મોરી, A.S.I. રામભાઈ ચાવડા તેમજ નાટ્ય કલાકારોને સુંદર પાત્રોથી સજ્જ કરી લોકો સુધી અભિનય પીરસવા વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય સોંદરવા તથા શિક્ષિકા રાવલીયાબહેને જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં ઈનચાર્જ P.S.I.મોરી, A.S.I. રામભાઈ ચાવડા, ચીફ ઓફીસર વ્યાસ, નગરપાલીકાના પ્રમુખ સોનલબેન જાવીયા, શિક્ષણ સમીતીના અધ્યક્ષ મીરાબેન ખાંટ, સદસ્ય હેપીબેન ભાલોડીયા, ડો.અંજનાબેન ગણાત્રાની ઉપસ્થીતીમા યોજાયો હતો.