- યુવતીની સગાઇ અન્ય જગ્યાએ કરવામાં આવી હતી
- યુવક યુવતીના પરિવારજનોને સમજાવી દેજો તેમ કહેવા માટે પંદરેક દિવસ પહેલા આવ્યો હતો
- યુવતીના સંબંધીઓએ યુવકના ઘરમાં ઘૂસી બઘડાટી બોલાવી
જામનગર : જોડીયાના નેસડા ગામમાં એક યુવતી પોતાના ઘરેથી ચાલી જતાં તેના સંબંધીઓએ ગામના જ એક યુવકના ઘરમાં ઘૂસી બઘડાટી બોલાવી હતી. છ શખ્સોએ તે યુવાનના પરિવારજનોને લમધારી નાખ્યા હતાં.
હોળીના સ્થળે ગાળો બોલતા દ્વારકાના મુળવાસરના ત્રણ શખ્સોએ એક યુવાનને માર માર્યો
હોળીના સ્થળે ગાળો બોલતા દ્વારકાના મુળવાસરના ત્રણ શખ્સોએ એક યુવાનને માર માર્યો હતો. જોડીયા તાલુકાના નેસડા ગામમાં રહેતા રાજેશ કરશન સોલંકી નામના આહિર યુવાનને તે જ ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. તે દરમિયાન આ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે કરી નાખવામાં આવી હતી. તે પછી પંદરેક દિવસ પહેલાં રાજેશ સોલંકીને તે યુવતીના પરિવારજનો સમજાવી દેજો તેમ કહેવા માટે આવ્યા હતાં.
આ પણ વાંચો : મોરબીમાં થયેલી મારામારીમાં આધેડનું સારવારમાં મોત, બનાવ હત્યામાં પલટાયો
યુવતીના સંબંધીઓએ ઘરમાં ઘૂસીને ધમાલ કરી
સોમવારે આ યુવતી પોતાના ઘરેથી ચાલી જતાં ગઈકાલે રાજેશના ઘેર તે યુવતીના સંબંધીઓ રાજેશ વસરામ મકવાણા, મુકેશ વસરામ, નરસંગ મુળુ સોલંકી, વસરામ કચરા મકવાણા, રામજી નરસંગ તથા દાના બીજલ મકવાણા નામના છ શખ્સો ધસી આવ્યા હતાં. તેઓએ ઘરમાં ઘુસીને ધમાલ કરી હતી.
આ પણ વાંચો : પોરબંદરમાં મહિલા ASIને લાફો મારનારા 2 શખ્સની ધરપકડ
હુમલાખોરો ઘરના સભ્યોને માર મારી નાસી ગયા હતા
હુમલાખોરોએ વીજુબેનને ફડાકો મારી ખુરશી ઝીંકી હતી. જયારે રાજેશ તથા નરસંગે લાકડી, પાઈપથી જયોત્સનાબેનને ઈજા કરી હતી. વચ્ચે પડનાર રાજેશના દાદા ખીમાને માથામાં પ્લાસ્ટિકની પાઈપ મારી હતી. તેના પછી આરોપીઓ નાસી ગયા હતાં. મયુરી કરશન સોલંકીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 504, 506(2),143, 147, 149, 323, 451, જીપી એકટની કલમ 135(1) હેઠળ ગુન્હો નોંધ્યો છે.