ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વયસ્ક દર્દીઓ માટે જામનગરની કોવિડ હૉસ્પિટલમાં જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

author img

By

Published : Sep 22, 2020, 3:23 PM IST

જામનગરમાં હાલ કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો આ મહામારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સપડાયા છે. કોરોના વાઈરસની ગંભીરતા જોતા વયસ્ક દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરીને જામનગર જી.જી.હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

xz
xz

જામનગરઃ જામનગરમાં હાલ કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો આ મહામારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સપડાયા છે. કોરોના વાઈરસની ગંભીરતા જોતા વયસ્ક દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરીને જામનગર જી.જી.હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના માર્ગદર્શન હેઠળ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે જીરીયાટ્રીક કોવિડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળ મળી રહે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જી.જી. હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના કોરોના નોડલ ડૉ. હિતેન્દ્ર દેસાઇએ રૂબરૂ માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.

સામાન્ય રીતે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે. પરંતુ જી.જી. હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત વયોવૃદ્ધ દર્દીઓની દરકાર કરીને તેઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે, પ્રાથમિક સારવારથી લઇ ઇમરજન્સી સારવાર, સાર સંભાળમાં કોઈપણ પ્રકારની અગવડ કે તકલીફ ઉભી ન થાય તે માટે સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ એક સુવિધા ઉમેરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત વયસ્ક દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલમાં જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

કોરોના સંક્રમિત લોકો સારવાર માટે આવતા 60 વર્ષથી વધુ ઉંમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકાર સારવાર અને સારસંભાળની વધુ જરૂર પડતી હોય છે. તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાઈરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જી.જી.હોસ્પિટલ દ્વારા આજે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.

વૃદ્ધોને આવી મળશે સુવિધા

આ જીરિયાટ્રીક વોર્ડમાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે 6 દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સાર સંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂંક કરવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને એલોપેથી તેમજ વિવિધ સારવારની સાથે સાથે માનસિક સધિયારા માટે કાઉન્સેલીંગની પણ જરૂર પડતી હોય છે. જે બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલરની પણ નિમણૂક કરવામાં આવી છે.

ગ્રેબર અને વ્હીલચેરની વ્યવસ્થા

જીરીયાટ્રીક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરીત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશે તેવું ડૉ. મનીષ મહેતાએ જણાવી કહ્યું હતું કે, જીરીયાટ્રીક વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃધ્ધ દર્દીઓને કે જેઓ પથારી પર જ છે તેમને તમામ સુવિધાઓ બેડ પર જ મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ બાથરૂમ કે ટોયલેટમાં જાય ત્યારે બેસવા કે ઉભા થવામાં તકલીફ ના પડે તે માટે ગ્રેબર લગાડવામાં આવ્યા છે. દર્દીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

314 દર્દીઓમાંથી 60 દર્દીઓને જીરીયાટ્રીક વોર્ડમાં ખસેડાયા

જી.જી.હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.વસાવડા આ અનોખી પહેલ વિશે કહે છે કે, કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃદ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના સૂચન મુજબ વયસ્ક દર્દીઓની આવશ્યકતાઓ અલગ હોય છે, જેને ધ્યાને લઇને જી.જી. હોસ્પિટલ દ્વારા દેશ અને ગુજરાતનો બીજો તેમજ સૌરાષ્ટ્રનો સૌપ્રથમ જીરીયાટ્રીક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે વયોવૃદ્ધોમાં મૃત્યુદર વધુ જોવા મળે છે જેના પર કાબૂ મેળવી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 30થી 40 ટકા પ્રમાણ વયોવૃદ્ધ દર્દીઓનું જોવા મળ્યું છે. આજે કોરોના ડેડિકેટેડ 700 બેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 314 દર્દીઓમાંથી 60 દર્દીઓને જીરીયાટ્રીક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મેલ અને ફિમેલ ૨ જીરીયાટ્રિક વોર્ડમાં વધુ 60 દર્દીઓને આમ કુલ 120 દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઉભા કરવાનું પણ અમારું આયોજન છે.

દર્દીઓ આ સુવિધાથી સંતુષ્ટ

આ તકે મેલ વોર્ડમાં હાલ સારવાર લઇ રહેલા મુકેશભાઇ દેસાઇએ કહ્યું હતું કે, હું પાંચ દિવસથી અહી છું. આજે સિનીયર સિટિઝન માટેના વોર્ડમાં અમને ખસેડાયા છે. જ્યાં વધુ સારી સુવિધા અમને અપાઇ રહી છે. હું જ્યારે દાખલ થયો હતો ત્યારે બેભાન અવસ્થામાં રહેતો હતો. પરંતુ અહીંની સારવાર અને રોજ યોગા, સમયસર દવા, પોષણયુક્ત નાસ્તો, જમવાનું વગેરે મળતાં આજે મારા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર ફરી વાર અનુભવાય છે.

જ્યારે ફિમેલ જીરીયાટ્રીક વોર્ડમાં સારવાર હેઠળ રહેલા 70 વર્ષીય મંજુબેને સારવાર અને આ નવા વોર્ડની કામગીરીથી અત્યંત પ્રભાવિત થઇ ડોકટરો અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.