જામનગર તાલુકાની મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરી ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચનાના મુદે ચર્ચા ચાલી હતી. જેમાં વિપક્ષના સભ્યોએ એવો સૂર વ્યક્ત કર્યો કે, ગામલોકોની માંગણી છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે ઠરાવ મોકલ્યો છે, ત્યારે તેને મંજૂર કરવો જોઈએ જેની સામે ખરાબાની જમીન, ગામતળ, સર્વેનંબરની તપાસ ખરાઈ કર્યા બાદ નિર્ણય લેવાનું જણાવી આ મુદો પેન્ડિંગ રાખવામા આવ્યો હતો.
આ ઉપરાંત જામનગરમાં આવેલી રેફયુજી ડિસ્પેન્સરિને જોડિયા તાલુકાનાં વાવડી ગામે સ્થળાંતર કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના લખતર ગામે મસ્જિદના માર્ગ માટે રૂપિયા 5 લાખ તથા હિંગળાજ માતાના મંદિરના માર્ગ માટે રૂપિયા 15 લાખના કામને મંજૂર કરવામાં આવ્યા છે. આ સભામાં ડીડીઓ પ્રશસ્તિ પરિખ, ડેપ્યુટી ડીડીઓ અન્ય અધિકારીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.