- સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રહેશે
- યંગ જનરેશન તેમજ સિનિયર સિટીઝનો પણ લાખોટા તળાવ ખાતે ઉમટ્યા
- બે મહિના બાદ જામનગરમાં બાગ બગીચા ખુલ્યા
જામનગર: તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિરલ બાગ, રણજીતસાગર ઉધાન સહિતના બાગો આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સવારે છ વાગ્યે રણમલ તળાવ ખુલતાની સાથે જ મોર્નિંગ વોક માટે લોકો ઉમટ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રાખવા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:અનલોક: વડોદરામાં બાગ બગીચા ફરી શરૂ થયા
લાખોટા તળાવ પર જોવા મળી ભીડ
કોરોનાથી કંટાળેલા લોકો વહેલી સવારે જ મોર્નિંગ વોક માટે લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા. અહીં જામનગર વાસીઓ હળવી કસરત તેમજ રનીંગ અને વોકિંગ કરી દિવસની શરૂઆત કરી છે. છેલ્લા બે મહિનાથી જામનગર વાસીઓ lockdownના કારણે ઘરની બહાર નીકળી શક્યા ન હતા. યંગ જનરેશન તેમજ સિનિયર સિટીઝનો પણ લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા.
આ પણ વાંચો: પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ-બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી