- કોરોના દર્દીઓના સંબંધીઓને મળશે વિનામૂલ્યે ભોજન
- લોકડાઉન હોવાના કારણે મોટાભાગની હોટલ છે બંધ
- જી.જી.હોસ્પિટલ નજીક સેવાભાવી મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરાઇ
જામનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને લઇને રાજ્યમાં દિવસે દિવસે કોરોનાને લઇ સ્થિતિ કફોડી બનતી જાઇ છે, ત્યારે તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ થઇ છે, ત્યારે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સાથે મોટી સંખ્યામાં સંબંધીઓ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. તેમને સમયસર ભોજન મળી રહે તે માટે જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની નજીક સેવાભાવી મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે બપોર અને સાંજ બેટકના ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભાજપના વિનામૂલ્યે ઈન્જેક્શન વિતરણ પર ઉઠ્યા સવાલો
સેવાભાવી મિત્ર મંડળ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઇ
રાત્રિના સમયે લોકડાઉન હોવાના કારણે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીના સગા સંબંધીઓને ભોજન પણ મળતું નથી. કારણ કે, મોટાભાગની હોટલ તેમજ દુકાનો બંધ હોય છે. જેથી સેવભાવી મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે ભોજન આપવાનું કાર્યહાથ ધરાવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગ દ્વારા ભવનાથમાં ઉભું કરાયું કોરોના ટેસ્ટિંગ સેન્ટર, તપાસ શરૂ કરાઈ