જામનગર: આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. જેના પગલે અતિ પ્રાચીન મંદિર હજારેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં બાલિકાઓ પૂજા અર્ચના કરી હતી.
આ વ્રત 20 વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરસને દિવસે શિવાલયમાં જઇ શિવ-પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે. આ સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.
આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ વ્રતો ગોઠવાયેલા છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા આનંદ વ્યાપે છે. જયાં સૌપ્રથમ માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કહ્યું હતું. માતા પાર્વતીએ જે વ્રત કર્યા તે વ્રત સ્ત્રી તથા કન્યાઓ કરતી જોવા મળે છે.
અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું વ્રત કરે છે તેને ગૌરીવ્રત કહેવાય છે. જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે.