જામનગરની બજારમાં હાલ માટી અને ઘાસની ગણપતિની મૂર્તિઓનું વેંચાણ ગણેશ મિત્ર મંડળ દ્વારા કરવામા આવી રહ્યું છે. જામનગરમાં સાધના કોલોની પાસે આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. ગણેશોત્સવમાં પર્યાવરણની જાળવણીના હેતુથી માટીકામ કલાકારી અને ગણેશ મિત્ર મંડળ દ્વારા માટીની મૂર્તિઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સ્ટોલની રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ મુલાકાત લીધી હતી. અને લોકોને આગ્રહ કર્યો છે કે, જામનગરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટે તે માટે લોકોએ માટી અને ઘાસની મૂર્તિઓ ખરીદવી જોઈએ. ગણેશ મિત્ર મંડળ દ્વારા મૂર્તિઓમાંથી જે આવક થશે તે અંધ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવશે.