ETV Bharat / state

જામનગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના દરોડા, ખાદ્યસામગ્રીના લેવાયા નમૂના - Raids

જામનગર: શહેરમાં આવેલા ત્રણ દરવાજા ગ્રીન માર્કેટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહિ અંતર્ગત કરિયાણાના હોલસેલના વેપારીઓના ત્યાથી ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઇને ગ્રાહકો સુધી ગુણવત્તા યુક્ત ખાદ્ય સામગ્રી પહોંચે તેના માટે મરી-મસાલાના નમુના લેવામાં આવ્યા હતા. ત્યારે ફુડ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટીંગ માટે વડોદરા મોકલવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 29, 2019, 3:10 PM IST

ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો વર્ષભરની ખાદ્ય સામગ્રીઓને સંગ્રહ કરીને રાખતા હોય છે. આ સિઝનમાં જ લોકો તમામ પ્રકારના મસાલા અને જરૂરી ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની હોલસેલની દુકાનો કે જ્યાથી લોકો સુધી ખાદ્ય સામગ્રી પહોંચતી હોય તેવી દુકાનો પર દરોડા પાડીને ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.જો કે મરી-મસાલામાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની વિગતો પણ બહાર આવી છે. જેથી ગ્રાહકોને ભેળસેળવાળા વિનાના મસાલા મળી રહે તે માટે આ કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. આવી ભેળસેળ વાળી ખાદ્ય સામગ્રીને વપરાશમાં લેવાના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે તેમ છે. જેને ધ્યાનમાં લઇને આ કાર્યવાહિ કરવામાં આવી હતી.

ફુડ એન્ડ સેફ્ટી વિભાગના દરોડા

જામનગરમાં ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર આવેલ મરી-મસાલાના વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન હળદર સહિતના મસાલાના સેમ્પલ એકત્રિત પણ કરવામાં આવ્યા હતા. ફુડ અધિકારીઓ દ્વારા એકત્રિકૃત કરવામાં આવેલા તમામ સેમ્પલ ટેસ્ટ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ કાર્યવાહિ બાદ જે વેપારીઓ ભેળસેળયુક્ત મસાલા વેચતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

R-GJ-JMR-02-29APRIL-FOOD DARODA-7202728

Feed ftp

રિપોર્ટર:મનસુખ સોલંકી

તારીખ:29/04/2019

ફોર્મેન્ટ:વીડિયો,બાઈટ

બાઈટ:એસ.કે.ઓડેદરા, ફૂડ સેફટી અધિકારી

હેર્ડિંગ: જામનગરમાં મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા...નમૂના વડોદરા મોકલાશે....

જામનગરમાં ત્રણ દરવાજા ગ્રીન માર્કેટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ છે....મરી મસાલાના નમુના લેવાયા લેવામાં આવ્યા છે....આ નમૂના લેબોરેટરી માટે વડોદરા મોકલાશે..

ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો વર્ષભરના મરી-મસાલા ખરીદતા હોય છે... જોકે મરી-મસાલામાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની વિગતો પણ બહાર આવી છે.... અને ભેળસેળવાળા મસાલા આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય બગડે તેવી શક્યતા છે...

ત્યારે જામનગરમાં ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર આવેલ મરી મસાલા ના વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..... હળદર સહિતના મસાલા ના નમુના લેવામાં આવ્યા છે અને આ નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવશે...... અને જે વેપારીઓ ભેળસેળયુક્ત મસાલા વેચતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે......

આમ મસાલાના દરોડાની કાર્યવાહીમાં ફૂડ ઇન્સ્પેક્ટર ઓડેદારા સહિતના અધિકારીઓ જોડાયા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.