જામનગર: જામનગરના સિક્કાના બંદરમાં જેટીએ પાર્ક કરાયેલા બાર્જમાં આગની ઘટના સર્જાઈ હતી. (fire in Sikka Port of Jamnagar) આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. (fire in Sikka Port One person injured)જો કે બાદમાં ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
વેલ્ડીગને લીધે આગ લાગી: સિક્કા બંદરની જેટીએ પાર્ક કરાયેલા બાર્જમા વેલ્ડીગ કામ કરતી વેળાએ આગ ભભુકી હતી. આગના બનાવમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તાત્કલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે. વેલ્ડીગને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.