- જામનગરમાં વાહન ચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી
- વાહન ટોઈંગ કરતી વખતે જોવા મળ્યા કૂતુહલતાભર્યા દ્રશ્યો
- રાહદારીઓ અને યુવકની પત્નીએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો
જામનગર: શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા દિવસ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોને ડિટેઈન કરીને લઈ જવામાં આવે છે. તાજેતરમાં જ સજુબા સ્કૂલ પાસે વાહન ટોઈંગ દરમિયાન એક વાહન માલિક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો
યુવકની પત્નીએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો
સવારના સમયે સજુબા સ્કૂલ પાસે એક વાહન ચાલકનું સ્કૂટર પોલીસે ટોઇંગ કરતાં મામલો બિચકયો હતો અને પોલીસ તથા વાહન માલિક વચ્ચે ઝપાઝપી થઇ હતી. યુવકની પત્નીએ વચ્ચે પડીને પોતાના પતિને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.