- રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે જામનગરમાં ઉપવાસ આંદોલન
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લવ જેહાદ મામલે અગાઉ પ્રતિક્રિયા આપી હતી
- સમાજના અગ્રણી અનશન પર બેઠા
રાજ્યમાં દિન પ્રતિદિન લવજેહાદના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લવ જેહાદ મામલે અગાઉ પ્રતિક્રિયા આપી હતી.
જામનગરમાં લવ જેહાદનો કડક કાયદો લાવવા ઉપવાસ
પરધર્મી યુવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યુવતીઓને ફસાવી લગ્ન કરી અને ધર્મ પરિવર્તન કરાવતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે ગુજરાત સરકારે લવ જેહાદ મામલે કડકમાં કડક કાયદો કરી દિન-પ્રતિદિન વધતા લવ જેહાદના કિસ્સાઓને બંધ કરવા જોઈએ.
દિનપ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે
જામનગરમાં બ્રહ્મ સમાજના અગ્રણી સતિષભાઈ માંકોડી એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બ્રહ્મ સમાજની વાડીની બાજુમાં આજથી અનશન પર બેઠા છે. રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા છે. તો લવ જેહાદ મામલે કેમ કોઈ કાયદો બનાવવામાં આવતો નથી.