પાકધીરાણના આ ચકચારી કૌભાંડની મળતી વિગતો પ્રમાણે જામનગર તાલુકાના જીવાપર સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજી પરમાર અને મંત્રી વાલજી વશરામ પરમારે જીવાપર ગામના 16 જેટલા ખેડૂતોના નામે ખાતા ખોલાવીને બોગસ એકાઉન્ટ બનાવીને 1,47,82,125 રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. પરંતુ પાછળથી આ 16 જેટલા ખેડૂતોને ડીસ્ટ્રીકટ કો. બેંક દ્વારા 2008થી 2013 દરમિયાન ધીરાણ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા અને ધિરાણ લીધું ન હોવા છતાં એમના નામે કૌભાંડ આચરવામાં આવતા ખેડુતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સબળ પુરાવા સાથે LCBએ અદાલતમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા અદાલત બન્ને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરીને પૂછપરછ હાથ ધરતા આ કૌભાંડનો રેલો જામનગર ડીસ્ટ્રીક્ટ કોઑપરેટીવ બેંકના અધિકારી,મેનેજર તથા પદાધિકારી સુધી જાય તેમ છે. તેવી શક્યતા વચ્ચે હાલ તો સહકારી ક્ષેત્રમા ભાગદોડ મચી છે.